Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કોહલીના ફેન એક બાળકે ફેંક્યો પડકાર ;10 વર્ષમાં હું તમને રિપ્લેસ કરીશ

બાળક મેદાનમાં પોસ્ટર લઈને આવ્યો ;કેમેરામેને આ મોમેન્ટને કેપ્ચર કરી ;સોશ્યલ મીડિયામાં તસ્વીર વાયરલ

 

સોશિયલ મીડિયા પર વિરાટના એક નાનકડા ફેનની તસવીર વાયરલ થઈ રહી છે બાળકને વિરાટનો ફેન કહેવા કરતા તેનો હરીફ કહેવો વધુ યોગ્ય લાગશે. બાળક મેદાનમાં એક પોસ્ટર લઈને આવ્યો હતો જેમાં તેને લખ્યું હતું કે, ‘હેલ્લો વિરાટ સર, હું તમને પ્રોમિસ કરું છું કે, 10 વર્ષમાં હું તમને રિપ્લેસ કરીશ.’

કેમેરામેને મોમેન્ટ કેપ્ચર કરી લીધી અને બાળક સ્ક્રીન પર આવી ગયો. હવે સોશિયલ મીડિયા પર તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

PL2018માં ટીમો અને સ્ટાર પ્લેયર્સ વચ્ચેનો જંગ ધીમે-ધીમે જામી રહ્યો છે. અત્યાર સુધી જે બે ટીમો સૌથી વધુ સંઘર્ષ કરતી દેખાઈ તે છે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેરડેવિલ્સ. એક-એક મેચ જીત્યા બાદ બંને ટીમો સતત હારતી દેખાઈ રહી છે. જોકે, હજુ પણ તેમની પાસે ઘણી મેચો બાકી છે અને તે કમબેક કરવાની પૂરી તકો ધરાવે છે. બેંગ્લોરની ટીમ માટે સારા સંકેત છે કે, કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં આવી ગયો છે. તેણે છેલ્લી બે મેચોમાં ફીફ્ટી ફટકારી છે. મુંબઈ સામેની મેચમાં તો તેણે શાનદાર 92 રનની ઈનિંગ રમી અને ઑરેન્જ કેપ મેળવી જ્યારે તમામ IPLમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ બની ગયો.

(12:00 am IST)