Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

યુ.એસ.ની પાઉલ એન્‍ડ ડેઝી ફેલોશીપ માટે ઇન્‍ડિયન અમેરિકન શ્રી અસમાન મહેતા તથા સુશ્રી સુચિતા નેટીની પસંદગીઃ અમેરિકામાં સામાજીક, સાંસ્‍કૃતિક, તથા એકેડેમિક ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ ૧૭૬૬ લોકોમાંથી પસંદ કરાયેલા ૩૦ ફેલોમાં સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં પાઉલ એન્‍ડ ડેઝી સોરોલ ફેલોશીપ માટે પસંદ કરાયેલા ૨૦૧૮ની સાલના ૩૦ વ્‍યક્‍તિઓમાં ૨ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન હાંસલ કર્યુ છે. જેમાં શ્રી અસમાન મહેતા તથા સુશ્રી સુચિતા નેટીનો સમાવેશ થાય છે.

અમેરિકા સામાજીક, સાંસ્‍કૃતિક તેમજ એકેડેમિક ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ ૧૭૬૬ લોકોમાંથી પસંદ કરાયેલા ૩૦ ફેલોમાં ઉપરોક્‍ત બન્‍ને ઇન્‍ડિયન  અમેરિકનએ સ્‍થાન મેળવી વતન ભારતનું ગૌરવ વધાર્યુ છે.

શ્રી મહેતાએ પલે યુનિવર્સિટીમાંથી એથિકસ, પોલિટીકસ, તથા ઇકોનોમિકસ સાથે બેચલર ડીગ્રી મેળવેલી છે. તથા સશ્રી સુચિતાએ કેલ્‍ટેકમાંથી કેમિસ્‍ટ્રી સાથે બેચલર ડીગ્રી મેળવી છે.  

(10:58 pm IST)