Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અમેરીકામાં વધુ ૧૮૬ બેંકો ડૂબવાના આરે

યુરોપ પણᅠઝપેટે ચડયું : ગ્રાહકોમાં હોબાળો : ભારત સંકટથી દૂરᅠ

નવી દિલ્‍હી તા. ૨૦ : અમેરિકામાં બેન્‍કિંગ સંકટ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. એક નવા રિપોર્ટ મુજબ, અમેરિકામાં ૧૮૬ અને બેન્‍ક ડૂબવાના કગાર પર પહોંચી ગઈ છે. વ્‍યાજદરોનાવધવું અને ભારે અનઇન્‍શ્‍યોર્ડ ડિપોઝીટના કારણે આ બેંકોનીસ્‍થિતિ આવી થઇ છે. સોશ્‍યલસાઇન્‍સએન્‍ડ રિસર્ચ નેટવર્ક પાર પોસ્‍ટ કરવામાં આવેલી રિસર્ચમાં તે એક દાવો કરવામાં આવ્‍યો. એક સપ્તાહમાં અમેરિકાના બે બેન્‍ક ડૂબી અને ત્રીજી ડૂબવાના કગાર પર છે. આ સંકટે યુરોપને પણ ઝપેટમાં લીધી છે.ત્‍યાંની મુખ્‍ય બેન્‍ક ક્રેડિટ સૂઇસ અસ્‍તિત્‍વ બચાવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. લોકો નાની બેન્‍કમાંથી પૈસા કાઢીને મોટી બેંકોમાં નાખી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં ૨૦૦૧ થી અત્‍યાર સુધી ૫૦૦ ટી વધુ બેન્‍ક ડૂબી ચુકી છે. ભારતમાં બેન્‍કિંગ સિસ્‍ટમનું નેતૃત્‍વ આરબીઆઇ કરે છે. જે બેંકમાં ગરબડી જોવા મળે છે તે તેને તરત સુધારવા માટે કહે છે આરબીઆઇની સખ્‍ત વલણ કારણે ભારત અત્‍યાર સુધી ગ્‍લોબલ ક્રાઈસીસ થી છેટું રહ્યું છે. ભારતમાં વધુ પડતી બેંકો સુરક્ષિત છે. આરબીઆઈ ત્રણ બેંકોએસબીઆઈ, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીને વ્‍યવસ્‍થિત રીતે મહત્‍વપૂર્ણ માને છે.

(12:40 pm IST)