Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

નાણામંત્રીએ કહ્યું હજુ ટાસ્ક ફોર્સનુ ગઠન નથી થયુંઃ પ્રભાવિત સેકટર્સનુ આંકલન કરી રહેલ મંત્રાલય

નવી દિલ્હીઃ  દેશમાં કોરોના વાયરસના વધતા મામલા અને શેરબજારમા ગીરાવટને લઇ નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે ઘણી જાણકારીઓ આપી છે.  નાણામંત્રીએ તો બજારમા શોર્ટ સેલીંગને લઇ સેબી દ્વારા લેવામાં આવેલા પગલાની સરાહના કરતા કહ્યું સેબી એક એવા રેગ્યુલેશન સાથે આવ્યુ છે જેથી બજારમા સ્થિરતા આવશે. કોરોના વાયરસને લઇ બજારમા સતત વોલેટિંલીટી જોવા મળી રહી છે. જો કે સતત ચાર દિવસના વેંચાણ પછી  શુક્રવારના ઘરેલું શેર બજારમા તેજી જોવા મળી.

ગુરુવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સનુ ગઠનનું એલાન કર્યુ હતુ. આના પર આજ નાણામત્રીએ કહ્યું કે ફિલહાલ તે મંત્રીઓની સાથે આના પર કામ કરી રહી છે. અત્યાર સુધી ટાસ્ક ફોર્સનુ ગઠન નથી કરવામાં આવ્યુ  એમણે કહ્યું કે એનીમલ હસ્બેન્ડરી, એવિએશન, ટૂરીઝમ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના સ્ટેક હોલ્ડર્સથી બેઠક થઇ છે. નાણામંત્રીએ  કહ્યું કે તે પુરા મામલાનુ આંકલન નથી કરી શકી.

(11:34 pm IST)