Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાનો કહેરઃ લખનૌમા બે વિસ્તારોમાં લોક ડાઉનઃ યૂપીમા કુલ ર૩ મામલા

કુલ ર૩ નમુના સકારાત્મક મળ્યા જેમાંથી ૮ આગરા, ર ગાજીયાબાદ, ૪ નોયડા આઠ લખનૌમા અને એક લખીમપુર ખીરીનો

     લખનૌઃ ઉતરપ્રદેશની રાજધાની લખનૌમાં કોરોનાના સતત વધી રહેલા દર્દીઓને જોતા હવે જિલ્લા પ્રશાસનએ કડક નિર્ણય લેવા માટે બાધ્ય થઇ રહ્યો છે પ્રશાસનએ શુક્રવારના રાજધાનીના મહાનગર અને ખુર્રમનગર વિસ્તારમાં લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આ બાબત કમિશ્નર  મુકેશ મેશ્રામએ આદેશ પણ આપ્યો છે. આ આદેશનુ ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી થશે.

     કોરોનાને લઇ લોક ડાઉન  કરનાર લખનૌ યૂપીનુ પ્રથમ શહેર છે લખનૌમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૮ મામલા સામે આવી ચુકયા છે. આવામા કોરોનાની રોકથામને ધ્યાને રાખી પ્રશાસનએ બધા બ્યૂટી પાર્લર, હેર સલુન અને બારને આગલા આદેશ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ર૦ માર્ચની સ્થિતિને અનુસાર રાજધાનીમાં શુક્રવારના કોરોનાના ચાર તાજા મામલા સામે આવ્યા છે. ઉતરપ્રદેશમાં કુલ ર૩ નમુના સકારાત્મક મળ્યા જેમાંથી ૮ આગરા, ર ગાજીયાબાદ, ૪ નોયડા આઠ લખનૌમા  અને એક લખીમપુર ખીરીનો છે.

(11:28 pm IST)