Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસઃ જનતા કફર્યુમા સ્‍વયંસેવક યોગદાન આપેઃ આરએસએસની ઘોષણા

નવી દિલ્‍હીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરાને ધ્‍યાને રાખી જનતાને રર માર્ચના એક દિવસ માટે જનતા કફર્યુ લગાવવાની અપીલ કરી છે. જેને સમર્થન કરતા આરએસએસ એ બધા સ્‍વયંસેવકોને જનતા કફર્યુમા પોતાનુ યોગદાન આપવા માટે તૈયાર રહેવાનુ કહ્યું છે.

આરએસએસના સરકાર્યવાહ સુરેશ ભય્‍યાજી જોષીએ કહ્યુ કે કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે પ્રધાનમંત્રીએ રાષ્‍ટ્રના નામે જે આહવાન કર્યુ છે આરએસએસ આ બધા પ્રયાસોને  સમર્થન કરે છે. સંકલ્‍પ અને સંયમ  આ મંત્રને લઇ રર માર્ચના જનતા કફર્યુ સહિત કેન્‍દ્રીય અને રાજય સરકારોના બધા પ્રયાસોની સફળતા માટે બધા સ્‍વયંસેવક પોતાના પરિવારની માનસિકતા તૈયાર કરી સમાજ જાગરણમા ભૂમિકરા સુનિતિ કરી આ પડકારનો સામનો કરવામાં પોતાનું યોગદાન આપે.

(11:00 pm IST)