Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના : મુંબઇ સહિત ચાર શહેરોમાં લોકડાઉનથી ભય

તમામ જરૂરી ચીજવસ્તુઓ યથાવતરીતે ઉપલબ્ધ : પુણે, મુંબઈ, પિમ્પરી, ચિંચવાડ તેમજ નાગપુરમાં કોરોના ખતરાને ધ્યાનમાં લઇને નિર્ણય : પરીક્ષાઓ રદ કરી દેવાઈ

મુંબઈ, તા. ૨૦  : મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉનની સ્થિતિ થઇ ગઇ છે.  આ ગાળા દરમિયાન જરૂરી સેવા પહેલાની જેમ જારી રહેશે પરંતુ બાકી ચીજો બંધ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે, પુણે અને મુંબઈમાં તમામ દુકાનો બંધ રહેશે. ટિમ્પરી, ચિંચવાડમાં પણ બંધ રહેશે. બેંક સેવાઓ ખુલ્લી રહેશે. મેડિકલ સેવાઓ પણ ખુલ્લી રહેશે. ભારતમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે હાહાકારની સ્થિતિ સર્જાયેલી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને ૫૨ ઉપર પહોંચી છે. કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને મુંબઈ સહિત ચાર શહેરોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાયેલી છે. જરૂરી ચીજો સાથે સંબંધિત રશનિંગની દુકાનો હાલમાં ખુલ્લી રહેશે. દૂધ પણ ઉપલબ્ધ રહેશે. મેડિકલ સેવાઓ ખુલ્લી રહેશે. હોસ્પિટલ ખુલ્લી રહેશે. પરિવારના માધ્યમ ચાલુ રહેશે. મુંબઈમાં લોકલ ટ્રેન સેવા બંધ કરવામાં આવશે નહીં. મુખ્યરીતે લોકોના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

             માર્કેટને બંધ રાખવામાં આવશે. પોલીસ સ્ટેશનને લઇને ચર્ચા ચાલી રહી છે ત્યારે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનો ખુલ્લા રહેશે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ માહિતી આપતા કહ્યું છે કે, પહેલાથી આઠમાં ધોરણ સુધીની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને આગામી ક્લાસમાં પ્રમોટ કરી દેવામાં આવનાર છે. ૯મીથી ૧૧મી સુધીની પરીક્ષાઓ ૧૫મી એપ્રિલ બાદ લેવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જારી કરીને કહ્યું છે કે, સરકારી ઓફિસોમાં ૨૫ ટકા ઉપસ્થિતિ રહેશે. ૩૧મી માર્ચ સુધી ચાર શહેરોને બંધ રાખવામાં આવનાર છે.

              કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને મુંબઈ, પુણે, પિમ્પરી, ચિંચવાડ, નાગપુરમાં જરૂરી સેવા ચાલુ રહેશે બાકી તમામ જગ્યાઓ પર બંધ પાળવામાં આવનાર છે. મુંબઇ સહિત ચાર શહેરોમાં લોકડાઉનના નિર્ણયને લઇને લોકોમાં દહેશત ફેલાઈ છે પરંતુ પહેલાથી જ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, જરૂરી સેવાઓ યથાવત જારી રહેશે. તેના ઉપર કોઇ અસર થનાર નથી. લોકો સામાન્યની જેમ જ ખરીદી કરી શકે છે. સંગ્રહખોરી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હિલચાલરુપે નવા નવા નિર્ણયોને અમલી કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ કરીને કહ્યું છે કે, જો જરૂરી ન હોય તો બહાર નિકળવાના પ્રયાસો ટાળવા જોઇએ.

લોકડાઉન વચ્ચે સ્થિતિ

મુંબઈ, તા. ૨૦ : મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉનની સ્થિતિ થઇ ગઇ છે.  આ ગાળા દરમિયાન જરૂરી સેવા પહેલાની જેમ જારી રહેશે પરંતુ બાકી ચીજો બંધ રહેશે.

*       રેશનિંગની દુકાનો યથાવતરીતે ખુલ્લી રહેશે

*       દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજો ઉપલબ્ધ રહેશે

*       મેડિકલ સેવાઓ મળતી રહેશે અને હોસ્પિટલ ખુલ્લી રહેશે

*       પરિવારના માધ્યમો યથાવતરીતે જારી રહેશે

*       મુંબઈમાં લોકલ સેવા પણ બંધ કરવામાં આવશે નહીં

*       તમામ પોલીસ સ્ટેશનો યથાવતરીતે જારી રહેશે

*       સરકારી ઓફિસોમાં ૨૫ ટકા ઉપસ્થિતિ રહેશે

*       કોરોના ખતરાને ધ્યાનમાં લઇને મુંબઈ, પુણે, પિમ્પરી, ચિંચવાડ અને નાગપુરમાં જરૂરી સેવાઓને જારી રાખવામાં આવશે

*       મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે ત્યારે સાવચેતીરુપે નિર્ણય

*       એકથી ૮માં સુધીની પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે

*       પરીક્ષા વગર વિદ્યાર્થીઓને આગામી ક્લાસમાં પ્રમોટ કરાયા

*       ૯માંથી ૧૧માં ધોરણ સુધીની પરીક્ષા ૧૫મી એપ્રિલ બાદ લેવાશે

(7:36 pm IST)