Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિસ્તૃત બેઠક

વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા હાથ ધરાઈ : કોરોના વાયરસને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદારરીતે એક્શન મૂડમાં

નવીદિલ્હી, તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસને લઇને રોકથામ માટે જોરદાર એક્શન મૂડમાં દેખાઈ રહ્યા છે. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાને આજે જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોના વાયરસના વધતા જતા ફેલાવવાને રોકવા વિવિધ પાસા પર ચર્ચા કરી હતી. રાજ્યની ક્ષમતા ઇમારતો જેવા મુદ્દા પર ચર્ચા થઇ હતી. સાથે સાથે સ્થાનિક હેલ્થ અધિકારીઓને ટ્રેનિંગ આપવાના મુદ્દા પર પણ ચર્ચા થઇ હતી. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ ચર્ચા કરવામાં આવી હતી.

         મોદીએ ઉલ્લેખનીય વાતચીતનો દોર શરૂ કરી દીધો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને અન્ય ટોપના અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સિંગ માટે યોજાયેલી વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. મોદી ગઇકાલે રાત્રે રાષ્ટ્રને નામ સંબોધન કરીને જનતા કર્ફ્યુ માટેની અપીલ કરી ચુક્યા છે. સ્થિતિને સાનુકુળ બનાવવા પગલા લેવાઈ રહ્યા છે. આઈસોલેટ રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો પણ બંધ કરી દેવાયા છે. પરિવહન સેવાઓ બંધ રાખવામાં આવી રહી છે. મોદી જોરદારરીતે એક્શન મૂડમાં છે.

(7:32 pm IST)