Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ભારતમાં કોરોનાનો આતંક વધી ગયો : કેસોની સંખ્યા ૨૨૩ થઇ

મોતનો આંકડો પાંચ ઉપર પહોંચ્યો, શટડાઉનનો દોર શરૂ કરાયો : દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોનાના નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ વધી : દહેશતને દૂર કરવા વોટ્સએપ હેલ્પ ડેસ્કની કરાયેલી શરૂઆત

નવી દિલ્હી, તા.૨૦ : દુનિયાના દેશોની સાથે સાથે હવે કોરોના વાયરસે ભારતના પણ ચાર કેન્દ્રશાસિત પ્રદેશની સાથે સાથે ૧૯ રાજ્યોને કોરોના વાયરસના સકંજામાં લઇ લીધા છે. આની સાથે જ ચિંતા વધી રહી છે. કોરોના વાયરસના કારણે ભારતમાં હજુ સુધી પાંચ લોકોના મોત થયા છે અને કેસોની સંખ્યા વધીને ૨૨૩ ઉપર પહોંચી ગઇ છે. ભારતમાં ૩૨ વિદેશીઓ સહિત ૨૨૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. ગુજરાત રાજ્ય પણ કોરોનાના સકંજામાં આવ્યું છે. સરકારે હવે કોરોનાની અફવાની ફરિયાદના સંબંધમાં વોટ્સ એપ નંબર જારી કરી દીધા છે. જેના પર ફોન કરીને માહિતી મેળવી શકાશે. બે અધિકારીઓને કોરોના પોઝિટીવ આવ્યા બાદ ઇન્દિરા ગાંધી ફોરેસ્ટ એકેડમીને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો પુણેમાં સૌથી વધુ કેસો સપાટી પર આવ્યા છે.કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે.

              હવે કોઇપણ પ્રકારના કાર્યક્રમ, પ્રદર્શનમાં ૫૦થી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં. પહેલા આ સંખ્યા ૨૦૦ રાખવામાં આવી હતી. અલબત્ત લગ્ન પ્રસંગને રાહત આપવામાં આવી છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ઘણા પ્રવાસી સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૦ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ભારતમાં ૩૨ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.

                 વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૨૦ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ચાર મોત થયા છે.  કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ ચિંતાનુ મોજુ સામાન્ય લોકોમાં જોવા મળી  રહ્યુ છે.  કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યા છે. ભારતમાં કુલ કેસોની સંખ્યા ૨૨૩ પહોંચી છે જેમાં  ૩૨  વિદેશી નાગરિકો છે જે પૈકી ૧૭ ઇટાલીના છે.

             ત્રણ ફિલિપાઈન્સ, બે યુકે, એક કેનેડા, એક ઇન્ડોનેશિયા અને એક સિંગાપોરનો નાગરિક છે. ભારતમાં કોરોનાના લીધે પંજાબ, દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ અને તેલંગણામાં એકએક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં ૨૨મી માર્ચથી કોઇપણ ફોરેનની ફ્લાઇટ રહેશે નહીં.કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. હવે રેલવે દ્વારા વધુ ૮૪ ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૮૧ સુધી પહોંચી ગઇ છે. હજુ સ્થિતીને ધ્યાનમાં લઇને વધુ ટ્રેનો રદ કરવામાં આવી શકે છે.  ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે.

            ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ ત્રણ લોકોના મોત થયા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. હોસ્પિટલમાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યો પહેલાથી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાના નિર્ણય કરી ચુક્યા છે.કોરોનાના કહેરે હવે શ્રદ્ધાળુઓમાં પણ દહેશત ફેલાવી દીધી છે. મુંબઈના લોકપ્રિય સિદ્ધિ વિનાયક મંદીરને આગામી આદેશસુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે પહેલાથી જ કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે.

(7:30 pm IST)