Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પેટ્રોલ પંપની સુરક્ષા-સલામતી અંગેનો નિર્ણય ઓઇલ કંપનીઓ નહીં પંપ માલિકો જ કરી શકે

ર૦૧૭થી અમલમાં આવેલ ડીસીપ્લીન ગાઇડલાઇન અંગે દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો : કંપનીઓની ગાઇડલાઇન સામે ડીલર્સ એશો.એ કરી પીટીશનમાં મહત્વનો નિર્ણયચુકાદાનેે આવકારતુ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એશોશીએશન

રાજકોટ, તા. ર૦ : દેશની સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ ર૦૧૭થી માર્કેટીંગ ડીસીપ્લીન ગાઇડલાઇન અંગે અમલમાં મૂકેલ એક તરફ સુધારાઓ સામે પેટ્રોલીયમ ડીલર્સ ફેડરેશને કરેલ રીટ પીટીશન અંગે દિલ્હી હાઇકોર્ટે તા. ૧૮ માર્ચ ર૦ર૦ના રોજ મહત્વનો ચૂકાદો ફરમાવી જણાવ્યું છે કે પેટ્રોલ પંપની સેફટી-સીકયુરીટી અંગેની બાબતમાં ડીલર્સ કે મેનજર જ નિર્ણય કરી શકે. આ ચૂકાદાના ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એશોશીએશને આવકાર્યો છે.

ર૦ર૦ના ઓઇલ કંપનીઓના એક તરફ સુધારાઓને ઓલ ઇન્ડિયા પેટ્રોલીયમ ડીલર્સ એશોશીએશન તથા વિવિધ રાજયોના ડીલર્સ એશોશીએશનોએ અલગ અલગ હાઇકોર્ટમાં પડકારેલ અને એકી સાથે સાંભળવા અરજી કરેલ જે સબંધે સુપ્રીમ કોર્ટે તમામ દાવા દિલ્હી હાઇકોર્ટમાં ચલાવવા સૂચના આપેલ હતી.

ગુજરાત ડીલર્સ એશોશીએશનના જનરલ સેક્રેટરી ધીમંતભાઇ ઘેલાણીના જણાવ્યા મુજબ નામદાર દિલ્હી હાઇકોર્ટ અરજી ગ્રાહ્ય રાખી એવો ચૂકાદો આપ્યો હતો કે પેટ્રોલ પંપની સેફટી-સીકયોરીટીને લગતી બાબત તથા ટોયલેટનો ઉપયોગ કોણ કરી શકે તે બાબતે પંપ માલીક કે મેનેજર જ કરી શકે. દિલ્હી હાઇકોર્ટે સરકારી ઓઇલ કંપનીએ ગત તા. ર-૧૦-ર૦૧૭ના રોજ અમલમાં મૂકેલ સુધારાઓ અમાન્ય રાખ્યા હતા અને ડીલરોના હિતમાં ગત તા. ૧૮ માર્ચના રોજ ચુકાદો આપેલ છે જેનો પેટ્રોલીયમ ડીલર્સ એશોશીએશન આવકારે છે.

(4:17 pm IST)