Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

દારૂડીયા પિતાએ પોતાની બે દિકરીઓને ગોળી મારી

મોબાઇલ ચોરવાના આરોપમાં કરી હત્યા

મેનપુરી : મોબાઇલ ચોરીના આરોપમાં પિતાએ પોતાની બે માસુમ દિકરીઓની હત્યા કરીને પોતે પોલિસમાં હાજર થઇ ગયો હતો. બુધવારે રાત્રે આરોપી પિતા સુખદેવ શર્માએ દારૂના નશામાં પોતાની બન્ને દિકરીઓની ગોળી મારીને હત્યા કરી હતી અને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જોકે પછી પકડાઇ જવાની બીકે તે પોલિસમાં હાજર થઇ ગયો હતો. પોલિસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

મંગળવારે મિસ્ત્રી કામ કરતા આરોપી સુખદેવ શર્માની પુત્રીઓ નેહા (૨૦) અને અનામિકા (૧૮) નજીકના એક હોળી મિલન સમારોહમાં ગઇ હતી. કાર્યક્રમ દરમ્યાન ત્યાં પ્રધાનના ડ્રાઇવર પવન શર્માની માતાનો મોબાઇલ ચોરાઇ ગયો હતો. જેનો આરોપ આ છોકરીઓ ઉપર લાગ્યો હતો જેના કારણે આ પિતા બહુ ચિતિંત હતો. આર્થિક તંગીના કારણે બાપ અને દિકરીઓ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. ચોરીના બનાવના કારણે તે અંદરથી ભાંગી પડ્યો હતો.

બુધવારે રાતે તે દારૂના નશામાં ઘરે આવ્યો અને લગભગ સાડા દસ વાગે તેણે બંન્ને દિકરીઓને મારી નાખી હતી. મારી નાખતા પહેલા તેણે પ્રધાનના ડ્રાઇવરને ફોન કરી શરમિંદગી વ્યકત કરી હતી. આ વાત આરોપીએ જાતે જ પોલિસને જણાવી હતી.

(4:15 pm IST)