Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઘર કેદ થયેલા લોકો માટે કેરળમાં શરૂ કરાઇ ડોનેટ અ બુક યોજના

કોચી,તા.૨૦:કોરોના વાઇરસથી બચવા શું કરવું અને શું ન કરવું એ માટેનનાં પેમ્ફલેટ્સ વચ્ચે કેરળના વાયનાડમાં અનેક ભાષામાં છપાયેલા એક પેમ્ફલેટે ધ્યાન ખેંચ્યું છે. વાયનાડના જિલ્લા વહીવટી તંત્રએ એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં જિલ્લામાં હોમ કવોરન્ટાઇન્ડ લોકોમાં 'ડોનેટ અ બુક' યોજના હેઠળ પુસ્તકો અને સામાયિક વહેંચવાનું ઠરાવાયું છે. કવોરન્ટાઇન્ડ રહેલા લોકો પ્રત્યેનો આ પ્રકારનો પોઝિટિવ અભિગમ મુશ્કેલીની આ ઘડીમાં તેઓ એકલા નથી, સમાજના લોકો તેમની સાથે જ છે એવો સંદેશો પહોંચાડે છે.

એકઠાં કરવામાં આવેલાં આ પુસ્તકો અને સામયિકો સંબંધિત પંચાયતના મેકેનિઝમ મારફત કવોસ્ટીન લોકો સુધી પહોંચાડવામાં આવશે. પંચાયતનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ યોજનાને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે અને એકાંતવાસ વેઠી રહેલા લોકોએ પણ પુસ્તકો સાથે હળવા થવાની વાતને ઉત્સાહપૂર્વક વધાવી લીધી છે.

'ડોનેટ અ બુક' યોજનાની માહિતી માટેનાં પેમ્ફલેટ્સ જર્મન, સ્પેનિશ અને ફ્રેન્ચ ઉપરાંત આસામી, હિન્દી, બંગાળી, તેલુગુ અને તામિલ ભાષામાં છપાવવામાં આવ્યાં છે.

(4:13 pm IST)