Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૬.૨ના ભૂકંપથી હલબલી ઉઠયા ચીન- નેપાળ- તિબેટઃ લોકો ખુલ્લી જગ્યાએ ભાગ્યાઃ કોરોનાના કહેર વચ્ચે અફડાતફડી

કેન્દ્રબિંદુ તિબેટના કિવલીંગમાં: જાનમાલના નુકશાનની ખબર નહી

બીજીંગઃ તિબેટમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા ૯:૩૦ કલાકે અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા ૫.૯ હતી. કોરોનાથી ચિન બેહાલ છે, દરમિયાન ભૂકંપના આંચકાથી લોકો વધુ ડરી ગયા હતા અને ઘરની બહાર નિકળી ખુલ્લી જગ્યા તરફ ભાગ્યા હતા.

માહિતી મુજબ ચીનના દૂરના હિમાલયી ક્ષેત્ર તિબ્બતમાં ૫.૯નો ભૂકંપ આવેલ, જે નેપાળથી નજીક છે. ભૂકંપનું કેન્દ્ર ૨૮.૬૩ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૮૭.૪૨ ડિગ્રી પૂર્વી જગ્યાએ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું ચીન ભૂકંપ નેટવર્કસ કેન્દ્રએ જણાવેલ.તિબેટીયન સરકારના જણાવ્યા મુજબ એવરેસ્ટ નજીક શિગાત્સે શહેરની તિંગારી કાઉન્ટીમાં સવારે ૯:૩૩ કલાકે કંપન અનુભવાયેલ. ભૂકંપથી નુકશાનની કોઈ માહિતી નથી. કાઉન્ટી સરકારે માહિતી મેળવવા અધિકારીઓને દોડાવ્યા છે. તિંગરીની સીમા નેપાળના દક્ષીણ ભાગ સાથે જોડાયેલી છે. કાઉન્ટીના મોટભાગના વિસ્તારો માઉન્ટ એવરેસ્ટ નેશનલ નેચર રિઝર્વમાં આવે છે. ભૂકંપના કેન્દ્ર સ્થળ ઉપર ૯ ફાયર ફાયટરો મોકલાયા હતા અને ૧૦૦થી વધુનો સ્ટાફ અને અનેક વાહનો તૈયાર રાખવાનું કહેવાયું છે.

દરમિયાન નેપાળની રાજધાની કાઠમાંડુ અને તેની આસપાસના જીલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાઠમાંડુમાં રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ ભૂકંપની તિવ્રતા ૬.૨ માપી છે. ભૂકંપના આંચકા સવારે ૭:૧૮ મિનીટે અનુભવાયેલ. ભૂકંપનું કેન્દ્ર તિબેટના કિવલીંગમાં હતુ. જાનમલના નુકશાનની કોઈ ખબર નથી. પાંચ દિવસ પહેલા પોખરામાં પણ પાંચની તિવ્રતાનું કંપન અનુભવાયેલ.

(4:12 pm IST)