Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાનો કેર છતાં મુંબઇના કવીઓમાં લગ્ન!

લગ્નમાં આવેલા જાનૈયાઓએ માસ્ક પહેરીને ફોટો-શૂટ કરાવ્યું

મુંબઇ તા. ર૦: કોરોનાએ કેર મચાવ્યો છે અને લોકો ભીડમાં જવાનું ટાળી રહ્યા છે ત્યારે કુર્લાના કવીઓ જૈન સેવા સમાજની મહાજન વાડીમાં ગુરૂવારે બે લગ્ન થયાં હતાં. કુલ બે લગ્ન એક જ દિવસમાં સવાર-સાંજ યોજાયાં હતાં જેમાં કોરોનાના પ્રકોપથી બચવા વાડીની બહાર જ લગ્નમાં આવતા બધા જ લોકોના હાથ ધોવડાવવામાં આવતા હતા અને ત્યારબાદ દરેકને માસ્ક પણ આપવામાં આવ્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતાં કવીઓ જૈન સેવા સમાજના પ્રેસિડેન્ટ વીરચંદ વિસરિયાએ કહ્યું હતું કે કોરોનાથી બચવા લગ્નમાં આવનાર દરેક વ્યકિતને એન્ટ્રી આપતાં પહેલાં જ ફરજિયાત હાથ ધોવાની અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ હતી. એ ઉપરાંત સ્ટેજ પર જતી વખતે અને જમતા પહેલાં પણ સેનિટાઇઝર લગાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટા ભાગની વ્યકિતઓ માસ્ક પહેરીને જ મહાલતી જોવા મળી હતી. એટલું જ નહીં. કેટરર્સ અને તેનો સ્ટાફ પણ મોં પર માસ્ક પહેરીને જ સર્વિસ આપી રહ્યો હતો. સવારના કચ્છના નાના બળિયાના ચિંતન મનહર શાંતિલાલ રાંભિયા અને જિજ્ઞા વસનજી દેઢિયાનાં લગ્ન હતાં, જયારે સાંજે દિપેન ચુનિલાલ ગડા અને રેણુકા શ્યામ કુલકર્ણીનાં લગ્ન હતા.

(4:11 pm IST)