Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મહારાષ્ટ્રઃ મુંબઈ-પૂણે સહિત ૪ શહેરોમાં ૩૧મી સુધી લોકડાઉન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લીધો નિર્ણયઃ ૩૧મી સુધી તમામ ઓફિસો અને દુકાનો બંધ રહેશે

મુંબઈ, તા. ૨૦ :. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના ચાર શહેરોમાં ૩૧મી માર્ચ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરોમાં મુંબઈ, પૂણે, નાગપુર સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

આ શહેરોમાં ૩૧મી માર્ચ સુધી તમામ ઓફિસો, દુકાનો બંધ રહેશે. રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધી ૫૨ કેસ સામે આવ્યા છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને સંબોધીત કરતા કહ્યુ હતુ કે આજે મધરાતથી ૩૧મી માર્ચ સુધી મુંબઈ, પૂણે, પીંપરી, ચીંચવાડ અને નાગપુરમાં બધા કાર્ય સ્થળો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાન ૩ નવા કેસ સામે આવ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે લોકડાઉનથી ગભરાવાની જરૂર નથી કારણ કે જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

(10:19 pm IST)