Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઘટતા જતા બજાર વચ્ચે પણ SIP બંધ ન કરતાઃ રોકાણ ફાયદાકારક રહેશે

જયારે ઇકિવટીના ભાવ ઘટતા હોય ત્યારે તમારે તેને રીડિમ કે બંધ કરવાના બદલે રોકાણ વધારી દેવું જોઇએ

નવી દિલ્હી તા. ર૦ :.. શેરબજાર સતત ઘટતું જાય છે. બજારને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. હવે શેરબજાર ફરી એક વાર બે વર્ષ પહેલા જયાં હતું ત્યાં આવી ચૂકયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો આટલો જલદી અટકવાનો નથી. માત્ર એક અઠવાડીયામાં સેન્સેકસ ૯૦૦૦ પોઇન્ટ અને નિફટી ૬૦૦૦ પોઇન્ટ ઘટતાં ઇકિવટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ગભરાઇ ગયો છે. નેટ એસેટ વેલ્યુમાં પણ ભારે ઘટાડો થયો છે.

નવા રોકાણકારો તો બજારમાં થયેલો આ ઘટાડો પચાવી શકે તેમ નથી. જે રોકાણકારો વધુ જોખમ લેવા ન ઇચ્છતા હોય તે એસઆઇપી બંધ કરી દે છે અથવા તેને રિડીમ કરાવી દે છે, પરંતુ શું આ યોગ્ય નિર્ણય છે. ના. જયારે માર્કેટની હાલત એવી હોય કે ઘટાડો અટકવાનું નામ ન લેતો હોય ત્યારે તમારે એસઆઇપી માટે કેવા પગલા ભરવા જોઇએ. જયારે ઇકિવીટીના ભાવ ઘટતા જતા હોય ત્યારે તમારે તેને રિડીમ કે બંધ કરવાના બદલે રોકાણ વધારી દેવું જોઇએ.

નીચા સ્તર પર ખરીદી કરો

બજાર જયારે ઘટેલું હોય ત્યારે નાણ ઉપાડી લેવાના બદલે તેમાં રોકાણ કરો. નાણાં ઉપાડી લેવાનો અર્થ છે મોટું નુકસાન.

એસઆઇપી બંધ ન કરો

એસઆઇપી હેઠળ તમે રેગ્યુલર ઇન્ટરવર પર એક નિશ્ચિત રકમને તમારી પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકો છો, જયારે નીચા બજારમાં ફંડની નેટ એસેટ વેલ્યુ ઓછી હોય ત્યારે તમને વધુ યુનિટ મળી શકે છે. ત્યારબાદ તમને ફાયદો થશે, જયારે બજાર ઊંચું જશે ત્યારે ફંડની નેટ એસેટ વેલ્યુ પણ વધશે.

થોડું થોડું રોકાણ કરો

ઘટતા બજારમાં તમારે ધીમે ધીમે રોકાણની સ્ટ્રેટેજી તરફ આગળ વધવું જોઇએ. નવા નિયમ બનાવીને બજારનો ફાયદો ઉઠાવતા તમે દરેક ઘટાડાએ થોડું થોડું રોકાણ કરી શકો છો. આમ કરવા પર તમારું રિસ્ક થોડું મેનેજ થઇ જશે.

(4:03 pm IST)