Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

શેરબજારમાં રોનકઃ નીફટી ૮૬૦૦ ઉપર

વેલ્યુબાઇંગથી સેન્સેકસ-નીફટી ઉછળ્યા

મુંબઈ, તા.૨૦: શુક્રવારે બપોરે IT, ટેકનો, એનર્જી, ઓઈલ-ગેસ, FMCG, મેટલ શેરોમાં વેલ્યૂબાઈંગથી BSE સેન્સેકસ ૧૪૦૦ પોઈન્ટસ વધીને

ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, આજે બપોરે રિયલ્ટી, બેન્ક અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

કોરોનાના ફફટાડને કારણે ગઈકાલે તૂટ્યા બાદ નીચા મથાળે લેવાલીથી આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.

બપોરે ૨:૩૦ વાગ્યે BSE સેન્સેકસ ૧૪૧૭ પોઈન્ટ્સ અથવા ૪.૧૯ ટકાના ઉછાળા સાથે ૨૯૭૦૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નિફ્ટી પણ ૩૮૨ પોઈન્ટ્સ અથવા ૪.૩૮ ટકાના ઉછાળા સાથે ૮૬૪૬ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે ૨.૫૮ ટકા અને ૨.૮૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC ૧૪.૧૬ ટકા,TCS ૧૧.૫૭ ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર ૧૦.૦૧ ટકા, રિલાયન્સ ઈન્ડ.૮.૯૪ ટકા, નેસ્લે ઈન્ડિયા ૮.૦૪ ટકા અને ઈન્ફોસિસ ૭.૯૯ ટકાનો સમાવેશ થાય છે.

આજે બપોરે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં HDFC બેન્ક ૩.૨૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૪૧ ટકા, એકિસસ બેન્ક ૧.૦૬ ટકા, M&M ૦.૮૬ ટકા અને ટાઈટન ૦.૨૬ ટકાનો સમાવેશ થાય છે.

(4:00 pm IST)