Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

યુકેમાં મોટામાં મોટી સુપર માર્કેટ ખાલીખમ્મઃ ખાણીપીણીની ચીજવસ્તુઓ માટે વ્યાકુળ બનતાં લોકોઃ કાલથી સ્કૂલ-કોલેજોમાં ૧ મહિનાની રજા

. કોરોનાના કહેર સામે સમગ્ર વિશ્વમાંખળભળાટ મચી ગયો છે. ઠેકઠેકાણે લોકડાઉનના વાવડ આવી રહ્યા છે. ત્યારે યુકેમાં હાલત વધુ કફોડી હોવાનું મુળ રાજકોટના અને હાલ યુકે વસતાં નાગરિકોનું કહેવું છે. યુકેમાં આવેલા સોૈથી મોટામાં મોટી સેઇનબરીઝ સુપરમાર્કેટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ માટે પડાપડી થઇ હતી. ગઇકાલે સાંજે તો સમગ્ર સુપર માર્કેટ ખાલીખમ્મ થઇ ગઇ હતી. શાકભાજી તો ઠીક બીજી કોઇ ચીજવસ્તુઓ પણ મળી શકી નહોતી. આવતી કાલથી શાળા-કોલેજોમાં પણ એક મહિનાથી રજા જાહેર કરવામાં આવી છે. વિકટોરીયા અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન કે જ્યાં સામાન્ય રીતે પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યાં પણ બધુ ખાલીખમ્મ જોવા મળી રહ્યું છે. જે છેલ્લી તસ્વીરમાં દેખાય છે.

(3:59 pm IST)