Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાથી બાળકોને બચાવવા આટલું કરો અને આટલું ન કરો

લંડન,તા.૨૦:  દુનિયાભરમાં કોરોનાના કેસમાં અને મોત સતત વધી રહ્યા છેે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેને પહેલા જ મહામારી જાહેર કરી ચુકી છે. ભારત- ઇટલીથી માંડીને બધા દેશોની સરકારો પોત પોતાની રીતે તેમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્નોમાં લાગી ગઇ છે.

બીજી બાજુ મા-બાપ પણ પોતાના બાળકોને આના ચેપથી બચાવવાના પ્રયત્નનો કરી રહ્યા છે. હજુ સુધી કોરોનાની અસર બાળકોમાં બહુ ઓછી હોવાના સમાચારો છે. પણ તેમ છતાં આવો બાળકો બાબતે કોરોના વાયરસની થોડીક માહિતી જાણીએ.

બાળકોને પણ કોરોનાની અસર થઇ શકે છે. ભલે તેમનામાં તેના લક્ષણો ન દેખાતા હોય. એટલે બાળકો બિમાર હોય કે ન હોય પણ તેમને હાથ ધોવડાવવાનો અભ્યાસ કરાવવો જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસની અસર ૬૦ વર્ષથી વધુ વયના  લોકો અને બીજી કોઇ બિમારી જેવી કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, અસ્થમા અને શ્વસન અંગેની બિમારી વાળા લોકોને સહેલાઇથી થાય છે. એટલે આવી કોઇ બિમારી જો બાળકને હોય તો તેનું ધ્યાન રાખવું જોઇએ.

સામાન્ય રીતે વાયરલ બિમારીમાં બાળકોને થોડા સમય પુરતી અસ્થમા જેવી શ્વાસને લગતી બિમારી જોવા મળતી હોય છે. એટલે આવી સ્થિતિમાં મા-બાપોએ સતર્ક રહેવું જોઇએ.

સ્કૂલોમાં રજાએ આપવાથી બાળકો ઘરમાં તોફાન કરે છે ત્યારે કેટલાક માબાપો મારપીટ કરતા હોય છે તે યોગ્ય નથી. તેના બદલે અત્યારના સમયે તેમને ઘરની બહાર રમવા મોકલવાના બદલે ઘરમાં જ કોઇ પ્રવૃતિઓમાં વ્યસ્ત રાખવામાં પ્રયત્નો કરવા જોઇએ.

(1:01 pm IST)