Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

નરેન્દ્રભાઈના રાષ્ટ્રજોગ પ્રવચનના મુખ્ય અંશો...

- કોરોના મહામારીથી ઊભી થઈ રહેલા આર્થિક પડકારને ધ્યાનમાં રાખતા, નાણાપ્રધાનના નેતૃત્વમાં સરકારે એક કોવિડ-૧૯ Economic Response Task Forceની રચના કરવાનો નિર્ણય લીધો છે.

- સંકટના આ સમયમાં તમારે કે પણ ધ્યાન રાખવું જરૂરી છે આપણી જરૂરી સેવાઓ પર, આપણી હોસ્પિટલ પર દવાબ સતત વધી રહ્યો છે. તેમા મારો તમને આગ્રહ છે કે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાથી જેટલા બચી શકો એટલા બચો.

- હું ઈચ્છુ છું કે ૨૨ માર્ચે રવિવારના દિવસે આપણે લોકોનો આભાર માનીએ. રવિવારે સાંજે ૫ કલાકે, આપણે દ્યરના દરવાજા પર ઉભા રહીને. બાલ્કનીમાં, બારીની સાથે ઉભા થઈને ૫ મિનિટ સુધી લોકોનો આભાર વ્યકત કરીએ.ઙ્ગ

- આ કોરોના જેવી વૈશ્વિક મહામારી વિરુદ્ઘ લડાઈ માટે ભારત કેટલું તૈયાર છે, તે જોવા અને કસોટી કરવાનો પણ સમય છે. તમારા આ પ્રયાસો વચ્ચે, જનતા કર્ફ્યૂના દિવસે ૨૨ માર્ચે હું તમારો વધુ સહયોગ ઈચ્છુ છું.

- સંભવ હોય તો દરેક વ્યકિત પ્રતિદિન ઓછામાં ઓછા ૧૦ લોકોને ફોન કરીને કોરોના વાયરસના બચાવના ઉપાયોની સાથે જનતા કર્ફ્યૂ વિશે જણાવો.

- આ રવિવાર એટલે કે ૨૨ માર્ચે સવારે ૭ કલાકથી રાત્રે ૯ કલાક સુધી, બધા દેશવાસીઓએ જનતા-કર્ફ્યૂનું પાલન કરવાનું છે.

- ૨૨ માર્ચે આપણે આ પ્રયાસ. આપણા આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતીક હશે. ૨૨ માર્ચે જનતા-કર્ફ્યૂની સફળતા, તેના અનુભવ, આપણને આવનારા પડકાર માટે પણ તૈયાર કરશે.

- હું આજે પ્રત્યેક દેશવાસી પાસે વધુ એક સમર્થન માગી રહ્યો છું. આ છે જનતા કર્ફ્યૂ. જનતા કર્ફ્યૂ એટલે કે જનતા માટે જનતા દ્વારા ખુદ પર લગાવવામાં આવેલ કર્ફ્યૂ.

- મારો વધુ એક આગ્રહ છે કે આપણા પરિવારમાં જે પણ સીનિયર સિટિઝન હોય, ૬૫ વર્ષની ઉંમરની ઉપરના વ્યકિત હોય, તેને થોડા સમય સુધી દ્યરની બહાર ન કાઢો.

- આ માટે મારો તમામ દેશવાસીઓને તે આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી, જયારે ખુબ જરૂરી ન હોય તો પોતાના દ્યરની બહાર ન નિકળો. જેટલું સંભવ બની શકે તમારૂ કામ, ભલે બિઝનેસ હોય, ઓફિસનું હોય, પોતાના દ્યરેથી કરો.ઙ્ગ

- સાવચેત રહેવાની રીત શું છે? ભીડથી બચવું, દ્યરથી બહાર નિકળવાથી બચવું. આજકાલ જેને Social Distancing કહેવામાં આવી રહ્યું છે, કોરોના વૈશ્વિક મહામારીના આ સમયમાં આ ખુબ જરૂરી છે.

- તેવી સ્થિતિમાં, જયારે આ બીમારીની કોઈ દવા નથી તો આપણે ખુદને સ્વસ્થ રાખવા ખુબ જરૂરી છે. આ બીમારીથી બચવા અને ખુદને સ્વસ્થ બન્યા રહેવા માટે જરૂરી સંયમ છે.

- આજે આપણે તે સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વયં સંક્રમિત હોવાથી બચવાનું છે અને બીજાને પણ બચાવીશું.

- આજે જયારે મોટા-મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઈ રહ્યાં છીએ તો ભારત પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં, આ માનવું ખોટુ છે.

- ઘણા દેશોમાં શરૂઆતી થોડા દિવસ બાદ અચાનક બીમારીનો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, કોરોનાના ફેલાવના આ ટ્રેક રેકોર્ડ પર નજર રાખી રહી છે.

- અત્યાર સુધી વિજ્ઞાને કોરોના મહામારીથી બચવા માટે કોઈ ચોક્કસ ઉપાય શોધી શકયું નથી અને ન તો તેની કોઈ રસી બની છે. આવી સ્થિતિમાં ચિંતા વધવી ખુબ સ્વાભાવિક છે.

- હું બધા દેશવાસીઓ પાસે કંઇક માગવા આવ્યો છું. મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ. તમારો આવનારો કેટલોક સમય જોઈએ.

- સાથિઓ, તમારી પાસે મેં જે પણ માગ્યુ છે, મને કયારેય દેશવાસીઓએ નિરાશ કર્યા નથી. આ તમારા આશીર્વાદની શકિત છે કે અમારો પ્રયાસ સફળ થાય છે.

- વૈશ્વિક મહામારી કોરોનાથી ચોક્કસ થઈ જવાનો વિચાર યોગ્ય નથી. તેથી પ્રત્યેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહેવું ખુબ જરૂરી છે.

- ભારતે કોરોના વૈશ્વિક મહામારીનો મજબૂત મુકાબલો કર્યો છે, જરૂરી સાવધાની રાખી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવું પણ લાગી રહ્યું છે કે જેમ આપણે સંકટથી બચેલા છીએ, બધુ યોગ્ય છે.

- સામાન્ય રીતે જયારે કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો તે કેટલાક દેશો કે રાજયો સુધી સીમિત રહે છે. પરંતુ આ વખતે આ સંકટ એવું છે, જેણે વિશ્વભરની માનવજાતિને સંકટમાં મુકી દીધી છેઃ પીએમ મોદી.

- વિશ્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટે માનવ જાતિને સંકટમાં મુકી છે. જયારે પ્રથમ કે બીજુ વિશ્વયુદ્ઘ થયું તો વિશ્વના દેશો એટલા પ્રભાવિત ન થયા ગતા જેટલા આ વાયરસના સંકટથી થયા છે.

(1:00 pm IST)