Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ફલોર ટેસ્ટ પહેલા જ કમલનાથ પાણીમાં બેઠા : રાજીનામુ આપ્યું : હવે MPમાં 'શિવરાજ'

૧૫ મહિનામાં સરકારનું પતન : ૪૦૦ વચન પુરા કર્યાનો કમલનાથનો દાવો

નવી દિલ્હી તા. ૨૦ : મધ્ય પ્રદેશમાં છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવ્યો છે. જેમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે આખરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ પૂર્વે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ મહિનામા મારી સરકારે પ્રદેશની નવી દિશા આપવાની કોશિષ કરી છે. જયારે ભાજપ પાસે ૧૫ વર્ષ હતા. તેમણે કહ્યું મારા શાસન આવ્યા ત્યારથી જ ભાજપ સતત સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહી છે. મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ આજે બપોરે રાજયપાલને મળીને રાજીનામું સુપત્ર કરશે.

આ દરમ્યાન મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે રાજીનામાં આપેલા ૧૬ ધારાસભ્યોના રાજીનામાં મંજુર કરી દીધા છે. જેના લીધે કમલનાથ સરકાર અલ્પમત આવી છે. તેમજ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે વિધાનસભામા ફલોર ટેસ્ટ થવાનો હતો. જો કે તેની પૂર્વે જ સીએમ કમલનાથે રાજીનામાંની જાહેરાત કરતા ભાજપ માટે સરકાર રચનાનો રસ્તો સાફ થયો છે.

મધ્ય પ્રદેશમા ફલોર ટેસ્ટ પૂર્વે સીએમ કમલનાથે સરકારની ૧૫ મહિનાની ઉપલબ્ધી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ૧૫ મહિનામાં સરકારે સારા કામો કર્યા છે. અમારા ૨૨ ધારાસભ્યોને બંધક બનાવવામા આવ્યા છે.

મધ્ય પ્રદેશના રાજકારણમા છેલ્લા ૧૦ દિવસમા અનેક બદલાવ આવ્યા છે. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપ આવેલા નેતા જયોતિરાદીત્ય સિંધિયા સાથે તેમના ૨૨ સમર્થક ધારાસભ્યોને પણ રાજીનામા આપ્યા હતા. જેના લીધે કમલનાથ સરકાર અલ્પમત આવી છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે સાંજે પાંચ વાગે પૂર્વે ફલોર ટેસ્ટ કરવાનો છે જયારે અધ્યક્ષે બે વાગે વિધાનસભા બોલાવી છે. જો કે આ પૂર્વે જ સીએમ કમલનાથે રાજીનામાંની જાહેરાત કરી દીધી છે.

(4:04 pm IST)