Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જનતા કર્ફ્યુ છતાં રવિવારે મુંબઈની લોકલ ટ્રેન દોડશે: લોકલ ટ્રેનને ઈમરજન્સીમાં સ્થાન

કટોકટીમાં હોય તેમને અગવડ ન પડે એ માટે મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ ચાલુ

મુંબઈ : કોરોના કારણે દેશભરમાં રવિવારે જનતા કર્ફ્યુનું આહ્વાન વડા પ્રધાન  મોદીએ કર્યું છે, પણ મુંબઈની લોકલ ટ્રેન કે જે ઇમર્જન્સી સર્વિસમાં સ્થાન પામે છે એ રવિવારે કર્ફ્યુ હોવા છતાં પણ દોડશે એમ રેલવે દ્વારા જણાવાયું છે. જે લોકોને ખરેખર જરૂરિયાત હોય અને કટોકટીમાં હોય તેમને અગવડ ન પડે એ માટે મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેના બે મોટરમેન જે વિદેશ ગયા હતા તેમની પણ કોરોના ટેસ્ટ કરાઈ હતી જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એમ છતાં તેમને હાઉસ ક્વૉરન્ટીન કરાયા હતા. તેમાંના એકે તો બે દિવસ ટ્રેન પણ દોડાવી હતી, જ્યારે બીજા મોટરમૅનને છેક છેલ્લી ઘડીએ ટ્રેન ચલાવતા રોકી ક્વૉરન્ટીન કરી દેવાયા હતા.

(12:37 pm IST)