Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પત્નીથી ખોટુ બોલી 'પ્રેમિકા' સાથે ઈટલી ફરવા ગયો, પાછો આવ્યો તો કોરોના લઈ આવ્યો !

રોમ,તા.૨૦:એક પતિને પોતાની પત્ની સાથે ચીટિંગ કરી ખાનગી ટ્રિપ પર ફરવા જવાનું મોંઘુ પડ્યું છે. પતિ જયારે પાછો આવ્યો ત્યારે કોરોનાગ્રસિત થઈને આવ્યો હતો. પતિના અફેસરનો ખુલાસો ત્યારે થયો જયારે આઈસોલેશન સેન્ટરમાં સ્વાસ્થય અધિકારીઓેએ તેની પૂછપરછ કરી.

આ ઘટના ઈંગ્લેન્ડની છે. અહીં રહેતા એક શખ્સનું અન્ય મહિલા સાથે ચક્કર ચાલતુ હતું. જે પોતાની પત્નીને અંધારામાં રાખી ખાસ ટ્રિપ પર ઉપડી ગયો હતો. આ બંને ઈટલી ગયા હતા, જયાં તે કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતા. જયારે તે ઈંગ્લેન્ડ પાછો આવ્યો તો પહેલા તો બિમાર થયો, ત્યાર બાદ જયારે ચેકઅપ કરાવ્યું તો, ખબર પડી કે, તે કોરોના પોઝિટીવ છે.

આટલુ જ નહીં પણ તેની સાથે જે મહિલા ઈટલી ગઈ હતી, તેને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ બંનેને હાલ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જયાં તેમની સ્થિતી સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. પતિને જયારે કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારને પણ મેડિકલની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. પણ તેમના ઠીક થયા બાદ તેમને ઘર પર રહેવાની જ સલાહ આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ચીન બાદ ઈટલીમાં સામે આવ્યા છે. જયાં ૩૧ હજારથી પણ વધારે લોકોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે.જેમાં ૨ હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે.

(11:38 am IST)