Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ભારતમાં આંતરરાષ્ટ્રીય વિમાનોના લેન્ડિંગ પર એક સપ્તાહ સુધી બેન

દિલ્હીમાં ૩૧માર્ચ સુધી રેસ્ટોરાં બંધઃ વાઇરસની પંજાબમાં ૭૨ વર્ષના વૃધ્ધનું મૃત્યું : ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બધા બાળકો ઘરમાં રહે

નવી દિલ્હી,તા.૨૦:કોરોના વાઇરસ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસને કારણે રર માર્ચથી એક સપ્તાહ સુધી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટને ભારતમાં લેન્ડ કરવા દેવામાં આવશે નહીં સાથે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઘરમાં રહેવાનો  નિર્દેશ આપવામાં આવ્યો છે,  પરંતુ મેડિકલ સ્ટાફ અને  સરકારી કર્મચારીને એમાંથી છૂટ આપવામાં  આવી છે. રાજય સરકારોને કહેવામાં  આવ્યું છે કે તે ખાનગી કંપનીઓ પર વર્ક ફોમ હોમ લાગુ કરે જેથી કર્મચારીઓ ઓફિસ ન જાય અને ઘરેથી કામ કરે. આ સિવાય રેલવે અને વિમાનોમાં મળનારી છૂટને સમાપ્ત કરી દેવામાં આવી છે જેથી લોકો ઓછામાં ઓછી યાત્રા કરે અને કોરોનાને ફેલાતો રોકવામાં મદદ કરે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે તમામ રેસ્ટોરાં

૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ઘોને દ્યરમાં રહેવા સલાહ અપાઈ છે.

પંજાબના નવા શહેર જિલ્લાની એક હોસ્પિટલમાં જીવ ગુમાવનારી ૭૨ વર્ષની વ્યકિત કોરોના વાઇરસની તપાસમાં સંક્રમિત મળી આવી હતી. વરિષ્ઠ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું કે આ વ્યકિત બે અઠવાડિયાં પહેલાં ઇટલી થઈને જર્મનીથી પરત ફર્યો હતો અને છાતીમાં પીડા થતાં હોસ્પિટલમાં ભરતી થયો હતો.

પીજીઆઈએમઈઆરના નિર્દેશક જગત રામે જણાવ્યું કે મૃતક ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરથી પણ પીડિત હતો અને તપાસ માટે મોકલવામાં આવેલા તેના નમૂનામાં કોરોના વાઇરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. બુધવારના બાંગા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેનું મોત થયું હતું.

(11:37 am IST)