Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કુલ મૃત્યુઆંક ૧૦,૦૦૦

સ્પેનમાં બેકાબુ સ્થિતિઃ ઇરાનમાં દર ૧૦ મિનિટે ૧ મોત

મેડ્રીડમાં દર ૧૦ માંથી ૮ લોકો સંક્રમિતઃ ૧૭,૦૦૦ દર્દીઓઃ ઇરાનમાં દર કલાકે ૫૦ લોકો કોરોનાથી સંક્રમિત

નવી દિલ્હી,તા.૨૦: યુરોપીય દેશ સ્પેનમાં પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. અહીંની રાજધાની મેડ્રીડમાં દર દસમાંથી આઠ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. રીઝીયન ઓફ મેડ્રીડની અધ્યક્ષા ઇસાબેલ ડીયાજ આયસોએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઇસાબેલ ડીયાજ આયસોએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે જો કે તેના લક્ષણો હળવા પ્રકારના છે પણ તે દેશની વસ્તીના એક હિસ્સા માટે મોટી સમસ્યા બની શકે છે. આ સંખ્યા દેશની વસ્તીના ૧૫ ટકા જેટલી છે.

 

તેમણે સ્પેનીશ રેડીયોએ આપેલ ઇન્ટરવ્યુંમા કહ્યું કે બની શકે કે વ્યવહારિક રીતે આખી વસ્તને તેનો ચેપ લાગી જાય પણ આપણી મોટી સમસ્યાએ લોકોની છે જે આ રોગના સરળતાથી શિકાર બની જાય છે. તેમણે આ રોગન. મોટી ઉમરના લોકોએ અને પહેલાથી જ કોઇ રોગનો શિકાર હોય તેવા લોકો માટે જીવલેણ હોવાનું કહ્યું હતું.

મેડ્રીડમાં અત્યારે ખાનગી અને સરકારી આરોગ્ય સેવાઓનું એકીકરણ અને હોસ્પીટલની સામાન્ય પથારીઓને આઇસીયુમાં ફેરવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે ૧૭ હજારથી વધારે લોકો કોરોનાની ઝટપમાં છે. અહીં એક જ દિવસમાં ૨૩૭૮ કેસો જાહેર થવાથી ગભરાટ ફેલાયો છે. બુધવારે અહીં ૧૨૯ લોકો મર્યા છે. જેના કારણે મરનારાઓની કુલ સંખ્યા ૭૬૭ થઇ ગઇ છે.

ઇરાનમાં તો હાલત એટલી ખરાબ થઇ ગઇ છે. અહીં દર દસ મિનીટે એક વ્યકિત કોરોનાના કારણે મરી રહ્યો છે. ઇરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવકતા કિયાનુશ જહાંપુરે ગઇ કાલે એક ટવીટમાં આ માહિતી આપતા કહ્યું કે એક કલાકમાં ૫૦ લોકો સંક્રમણના શિકાર બની જાય છે. ઇરાનમાં છેલ્લા એક દિવસમાં ૧૪૯ લોકોના મોત થયા હતા. અને એક હજારથી વધારે નવા કેસો બહાર આવ્યા છે.

દરમ્યાન દુનિયાની વાત કરીએ તો, કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં ૧૦,૦૪૧ મોત થઇ ચુકયા છે. ચીન અને ઇટલીમાં કરેર વર્તાવ્યા પછી સ્પેન અને ઇરાનની દશા બગડી છે. અમેરિકામાં બે સાંસદો પણ તેની ઝપટમાં આવી ગયા છે. નેપાળમાં વિદેશીઓના આગમન પર પ્રતિબંધ મુકાયો છે. તો પાકિસ્તાનને વાધા બોર્ડર બંધ કરી છે. જ્યારે બ્રિટને પણ છેવડે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

(10:57 am IST)