Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મૃતદેહો પર પરીવારજનોએ હજુ સુધી કોઈ દાવો કર્યો નથી

ફાંસી આપવામાં આવી હતી, તે સ્થળ પર જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૦: નિર્ભયાનાં આરોપીઓનો મૃતદેહો સ્વીકારવાનો પરીવારજનોએ હજુ સુધી કોઈ દાવો કર્યો નથી, અંતિમ સંસ્કાર તિહાડ જેલમાં થઈ શકે છે તેવી શકયાતાઓ જણાવી રહી છે. લાંબા સમયનાં કાયદાની આંટાઘૂટી અને રાહ જોયા પછી છેલ્લે તે સમય આવી ગયો તમામ આરોપીઓને ફાંસીનાં માચડે લટકાવવામાં આવ્યા છે. સાડાસાત વર્ષ પછી નિર્ભયાને ઈન્સાફ મળ્યો છે. આ વચ્ચે નિર્ભયાનાં માતા પિતાએ ૨૦ માર્ચને નિર્ભયાનાં દિવસનાં રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

નિર્ભયાનાં આરોપીઓનો મૃતદેહો સ્વીકારવાનો પરીવારજનોએ હજુ સુધી કોઈ દાવો કર્યો નથી

નિર્ભયાના દોષિતોને તિહાડ જેલમાં સવારે ૫.૩૦ કલાકે ફાંસી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ફગાવેલી અરજી બાદ દોષિ પવન ગુપ્તા, વિનય શર્મા, અક્ષય કુમાર અને મુકેશસિંહને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા. ચારેય આરોપીઓનાં મૃતદેહોને પરીવારને સોંપવા માટે વાત કરવામાં આવી છે. પરંતુ પરીવાર તરફથી કોઈ દાવો કરવામાં આવ્યો નથી. ત્યારે આ સંજોગોમાં ચારેય લાશોંના અંતિમ સંસ્કાર તિહાડ પ્રશાસન જ કરી શકીશું. જેમાં જેલ નંબર ત્રણમાં ચારેયને ફાંસી આપવામાં આવી હતી, તે સ્થળ પર જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(10:24 am IST)