Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

નિર્ભયા કેસઃ દોષી વિનયે ફાંસી પૂર્વે કપડાં બદલવાનો કર્યો ઇનકાર, રોતા રોતા માફી માંગી

લોકોના ટોળા જેલની બહાર ભેગા થયા હતા, દોષિતોને ફાંસી અપાયા બાદ ઘણા લોકોએ અહીં ઉજવણી કરી અને મીઠાઇ વહેંચી હતી

નવી દિલ્હી, તા.૨૦: નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસે આજથી લગભગ સાડા સાત વર્ષ પહેલા રાજધાની દિલ્હીને હચમચાવી નાખી હતી. આજે નિર્ભયાને ઘણા વર્ષોની લડત બાદ ન્યાય મળ્યો છે. શુક્રવારે સવારે ૫.૩૦ વાગ્યે નિર્ભયાના ચારેય દોષીઓને, નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસે આજથી લગભગ સાડા સાત વર્ષ પહેલા રાજધાની દિલ્હીને હચમચાવી નાખી હતી. આજે નિર્ભયાને દ્યણા વર્ષોની લડત બાદ ન્યાય મળ્યો છે. શુક્રવારે સવારે ૫.૩૦ વાગ્યે નિર્ભયાના ચારેય દોષીઓને તિહાર જેલના ફાંસી ગૃહમાં ફાંસી આપવામાં આવી છે. નિર્ભયાના ચાર દોષિતો, વિનય, અક્ષય, મુકેશ અને પવન ગુપ્તાને મળીને ફાંસી આપવામાં આવી હતી. હવે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લેવામાં આવશે. દરમિયાન દોષિત પવન વિશે કેટલીક વાતો પ્રકાશમાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાંસી આપતા પહેલા, તિહાડ જેલના અનેક અધિકારીઓ ફાંસીના રૂમ પાસે પહોંચ્યા હતા, જેની દેખરેખ હેઠળ ફાંસીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જયારે દોષીઓને ફાંસી આપવામાં આવે તે પહેલાં નહાવા અને કપડાં બદલવાનું કહેવામાં આવ્યું ત્યારે દોષી વિનયે કપડા બદલવાની ના પાડી. આ સાથે, તે રડવાનું શરૂ કર્યું અને માફી માંગી હતી.

મળતી માહિતી મુજબ, ગુનેગારોને ફાંસી આપવામાં આવે તે પહેલાં લોકોના ટોળા જેલની બહાર ભેગા થયા હતા. દોષિતોને ફાંસી અપાયા બાદ ઘણા લોકોએ અહીં ઉજવણી કરી અને મીઠાઇ વહેંચી હતી. ચારેય દોષિતોને પહેલા સવારે ૪ વાગ્યે ઉઠાડવામાં આવ્યા અને નહા્યા પછી નવા કપડા પહેરવાનું કહ્યું. ત્યારબાદ જેલના વહીવટીતંત્ર દ્વારા દોષીઓને ચા અને નાસ્તાની માંગણી કરવામાં આવી હતી, જોકે કોઈએ નાસ્તો ન કર્યો હોય. આ પછી, ગુનેગારોને તેમની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવી. છેવટે સવારે ૦૫.૩ષ વાગ્યે ચારેય દોષીઓને તિહાર જેલના ફાંસી ગૃહમાં ફાંસી આપવામાં આવી.

નિર્ભયાની માતા આશા દેવીએ લાંબા સમયથી ન્યાય માટે આ લડત લડી છે. આજે જયારે ગુનેગારોને ફાંસી આપવામાં આવી હતી ત્યારે તેણે જાહેરાત કરી હતી કે ૨૦ માર્ચે તે નિર્ભયા દિવસની ઉજવણી કરશે. તે કહે છે કે હવે તે દેશની અન્ય પુત્રીઓ માટે લડશે.

મધ્યરાત્રિએ પણ દોષિતોના વકીલ એ.પી.સિંદ્યે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ નિર્ભયાના દોષિતો કોઈ એવું તર્ક આપી શકયા ન હતા જેના કારણે ફાંસીની સજા અટકાવી શકાય. જો કે, એપી સિંહે સતત ફાંસીને ખોટી ગણાવી હતી. તેમણે મીડિયા અને કોર્ટ અને રાજકારણ પર પણ આરોપ લગાવ્યા હતા.

(10:22 am IST)