Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

દિલ્‍હીમાં ર૦ થી વધારે લોકોને ભેગા થવા પર રોક લગાવવામાં આવીઃ દિલ્‍હીમાં રોજ બસો, મેટ્રોનું ડિસઇફેકટ કરવામાં આવી રહ્યું છે

           સીએમએ કોઇપણ સામાજીક, સાંસ્‍કૃતિક, રાજનીતિક કાર્યક્રમ કે સેમીનાર અને કોન્‍ફરન્‍સમા ર૦ થી વધારે લોકોને ભેગા થવા પર રોક લગાવી છે. આ પહેલા પ૦ લોકોને ભેગા થવાની પરવાનગી હતી જેને હવે ઘટાડીને ર૦ કરી દેવાાં આવી છે.

            સીએમએ કહ્યું કે  દિલ્‍હીમા  કોરોના વાયરસના ૧૦ મામલામાંથી ૩ ઠીક થઇ ગયા છે. અને બાકી છ ની હાલત બેહતર છે. દિલ્‍હીમા કોરોના વાયરસથી એક મહિલાનુ મૃત્‍યુ થયુ હતુ.

સીએમએ બતાવ્‍યુ કે રાજયની બધી બસો, ઇન્‍ટર સ્‍ટેટ બસ ટર્મિનલો અને મેટ્રો ટ્રેનોને રોજ ડિસઇફેકટ કરવામા આવે છે. પ્રાઇવેટ વ્‍હીકલને પણ રોજ સવારે  ૧૦ થી સાંજના ૬ સુધી દરેક બસ ડીપો પર ફ્રીમા  ડિસઇફેકટ કરવામાં આવે છે.

(12:00 am IST)