Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

" ઇન્ડિયન અમેરિકન નોનપ્રોફિટ સેવા ઇન્ટરનેશનલ " એ COVID-19 માટે હેલ્પલાઇન શરૂ કરી : કોરોના વાઇરસ અંગે માર્ગદર્શન આપવાનો તથા જાગૃતિ ફેલાવવાનો હેતુ

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન નોનપ્રોફિટ સેવા ઇન્ટરનેશનલએ દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ અંગે જાગૃતિ ફેલાવવા તથા માર્ગદર્શન આપવા હેલ્પલાઇન શરૂ કરી છે.9 માર્ચથી શરૂ કરાયેલી આ હેલ્પલાઇન માટે 10 હજાર ડોલર ફાળવાયા છે.જે દેશના મુખ્ય 20 મોટા શહેરોમાં 400 જેટલા વોલન્ટિયર્સ દ્વારા કાર્યરત કરી દેવાઈ છે.જે અંતર્ગત 20 ફિઝીશીઅનની ટિમ વિનામૂલ્યે માર્ગદર્શન આપી રહેલ છે.
ઉપરાંત સ્થાનિક મેડિકલ પ્રોફેશનલ્સ પણ આ કપરા સમયમાં સેવાઓ આપી રહ્યા છે.જે અંતર્ગત વિનામૂલ્યે ફૂડ,સિનિયરોને ગ્રોસરી શોપિંગ માટે મદદ,ટ્રાવેલ વિઝા પ્રશ્નો અંગે માર્ગદર્શન ,ડોક્ટરની વિઝિટ ,તેમજ ટેન્શનમાં આવી ગયેલા બાળકો અને વૃદ્ધોને ફેમિલી થેરાપીસ્ટની સેવા સહિતના કાર્યો થઇ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)