Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અરુણાચલ : ૮ પ્રધાન અને સભ્યોએ રાજીનામા આપ્યા

ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો : પાર્ટી છોડીને તમામ નેતા નેશનલ પીપલ્સ પાર્ટીમાં સામેલ

ઇટાનગર, તા. ૨૦ : અરુણાચલ પ્રદેશમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા આજે મોટો ફટકો પડ્યો હતો. મંત્રીઓ અને ધારાસભ્યો સહિત આઠ નેતાઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. મંગળવારના દિવસે પાર્ટી છોડીને આ તમામ નેતા નેશનલ પીપલ્સ પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. રાજ્યમાં યોજનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમારવાઈ, પ્રવાસ મંત્રી જારકર ગામલિન અને અનેક ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાના નિર્ણય બાદ મોટી સંખ્યામાં સભ્યો પાર્ટી છોડીને એનપીપીમાં સામેલ થઇ ગયા છે. એનપીપી કોઇપણ પાર્ટી સાથે ચૂંટણીમાં ગઠબંધન કરનાર નથી. ભાજપની વિચારધારા યોગ્ય રહી નથી. એનપીપીની સાથે ચૂંટણીને લઇને ભાજપ તરફથી પણ કોઇ વાત કરવામાં આવી નથી. રાજ્યની ૬૦ વિધાનસભા સીટમાંથી ૫૪ માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ સંસદીય બોર્ડ દ્વારા  રવિવારના દિવસે કરવામાં આવી હતી. પૂર્વોત્તરની તમામ ૨૫ સીટો ઉપર એનપીપી ચૂંટણી લડશે. અરુણાચલમાં એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની સાથે સાથે લોકસભાની ચૂંટણી માટે પણ મતદાન થશે. અરુણાચલમાં એક જ તબક્કામાં મતદાન થશે. ૨૩મી એપ્રિલના દિવસે ક્યાં કેટલી સીટ પર મતદાન થશે તેની વાત કરવામાં આવે તો અરુણાચલની ૨૫ બેઠક પર મતદાન થશે.  ૨૩મીએ જ્યાં મતદાન થશે તેમાં આંધ્રપ્રદેશ-૨૫, અરુણાચલ, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપનો સમાવેશ થાય છે.

(6:05 pm IST)
  • ભાજપે લાત મારતા શત્રુઘ્ન કોંગ્રેસ ભેગા ? : બિહારના પટણા સાહિબની ટીકીટ ભાજપે કેન્દ્રીય પ્રધાનને ફાળવી દેતા લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો હવે અંત આવી રહ્યો છે. મળતા નિર્દેશો મુજબ સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને ભાજપના હાલના સાંસદ શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સત્તાવાર જાહેરાત હવે ગમે તે ઘડીએ થશે. access_time 3:54 pm IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST

  • કચ્છની બેઠક ઉપર કોંગ્રેસના નરેશ મહેશ્વરી અને પાટણ માટે જગદીશ ઠાકોરના નામ ફાઈનલ? ગાંધીનગર માટે સી.જે.ચાવડા મોખરે : કોંગ્રેસના ટોચના આધારભૂત વર્તુળો જણાવે છે કે કચ્છથી નરેશ મહેશ્વરી, પાટણથી જગદીશ ઠાકોર, ગાંધીનગરથી સી.જે.ચાવડા સહિતના નામો પર મહોર લાગી શકે છે : સત્તાવાર જાહેરાત સાંજે સીઈસી બેઠકમાં થશે access_time 3:54 pm IST