Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ના....ના....ના... કરતા કરતા ''હા'' .. થઇ ગઇ

જમ્મુ-કાશ્મીરમાં અંતે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરની લોકસભાની ૬ બેઠકો માટે કોંગ્રેસ સાથે કોઇ સમજુતી નહિ થાય તેવી જાહેરાત કરનાર ઓમર-ફારૂખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ પક્ષે અંતે કોંગ્રેસ સાથે સમજુતી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરની જમ્મુ અને ઉધમપુરની બે બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે. બાકીની ૪ બેઠક પૈકી શ્રીનગરની બેઠક ઉપરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી- પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા ચૂટણી લડશે તેમ જાહેર થયું છે.

(4:15 pm IST)