Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મે મહિનામાં ગાજવીજ સાથે ઝંઝાવાતની પૂરી સંભાવના

મુંબઇ તા.૨૦: ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ સાથેની મુલાકાતમાં હવામાન ખાતાના એક ઉચ્ચ અધિકારીએ પ્રશ્નોતરી દરમિયાન કહયું હતું કે મને યાદ છે ત્યાં સુધી ૨૦૧૮માં રજીમે અને ૧૩મીમેએ દિલ્હીમાં ૧૦૦થી ૧રપ કિ.મી.થી વધુ ઝડપે પવનો ફુંકાયા હતા. ઉત્તર પ્રદેશમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. આ સીઝનમાં પણ મે મહિનામાં આવી જ પરિસ્થિતિ જોવા મળશે તેવો અંદાજ છે.

કાલવૈશાખી શું છે તેવા એક પ્રશ્નના જવાબમાં તેમણેં કહયું કે કાલ વૈશાખી એ ગંભીર અને જીવલેણ વાવાઝોડા છે જેમાં ખતરનાક રીતે વીજળીઓ ચમકે છે અને તેમાં ઘણાના મૃત્યુ પણ થતા હોય છે. તેનું ઉદ્દભવ સ્થાન છોટા નાગપુર વિસ્તાર છે જે ઝારખંડના રાંચીની નજીક આવેલો વિસ્તાર છે. ત્યાંથી તે દક્ષિણ પુર્વ બાજુ એટલે કે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તરફ આગળ વધે છે. એટલે તેને નોર્થ વેસ્ટર્સ પણ કહેવામાં આવે છે. તેમાં ૧રપ થી ૧૪૦ કિ.મી.ની ઝડપે પવનો ફુંકાય છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે આ ઉનાળામાં તેલંગાણા, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘણી જગ્યાએ હીટવેવની શકયતાઓ છે. જયાં ઉષ્ણતામાન ૪૫ ડિગ્રીએ પહોંચવા સંભવ છે.

(3:58 pm IST)