Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

૧૯ વર્ષ પછી આજે રાતે 'સુપર મૂન' જોવાનો અનેરો લ્હાવો

ચંદ્ર ૧૪ ગણો મોટો અને ૩૦ ગણો વધુ પ્રકાશિત દેખાશે

અમદાવાદ તા. ૨૦ :  આજે રાતે ૮.પ૯ કલાક સુધી ભદ્રા હોવાથી હોલિકા દહન રાત્રે નવ પછી થશે સાથે સાથે આજે પૂનમ અને હોળી પર્વની રાત્રે અવકાશમાં અલભ્ય નજારો જોવા મળશે. ૧૯ વર્ષ પછી ફરી એકવાર લોકોને સુપર મૂન જોવા મળશે. ચન્દ્ર પોતાની કલાથી ૧૪ ગણો વધુ મોટો અને ૩૦ ગણો વધુ પ્રકાશિત દેખાશે આવો નજારો ફરી ૧૧ વર્ષ પછી જોવા મળશે. સમગ્ર વિશ્વમાં આજે અને કાલે દિવસ રાત સરખા હશે. જયારે આવતી કાલે રંગોત્સવ અને આનંદોત્સવની ઉજવણી શહેર ભરમાં ધામધૂમથી થશે. અમદાવાદીઓ કાલે ૫૦૦ ટનથી વધુ ગુલાલ ઉડાવીને રંગાઈ જશે.

ચંદ્ર જયારે પૃથ્વીથી નજીક આવે ત્યારે સુપર મૂન સર્જાય છે. મોટો અને તેજસ્વી દેખાય છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સુપર મૂન થયા હતા. પરંતુ આજે વસંત સંપાત છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર વધુ પડશે. જેથી ચંદ્ર ૩૦ ટકા વધુ પ્રકાશિત થશે. માર્ચ ૨૦૦૦માં આવો સુપર મૂન જોવા મળ્યો હતો. આજે રાત્રે પૃથ્વીથી નજીક ત્રણ માળ ઊંચા મકાન જેટલો લઘુ ગ્રહ પસાર થશે રાત્રે ૩.૨૮ વાગે સૂર્ય પૃથ્વીથી એકદમ નજીક આવશે. ભૂમધ્ય રેખા પરથી પસાર થશે. જેથી વિશ્વમાં તા. ૨૦ અને ૨૧ દિવસ રાત સરખાં હશે. આ ઘટનાને વસંત સંપાત કહે છે. ૨૨મીથી બે મિનિટ દિવસ મોટો હશે.

(3:56 pm IST)