Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

એલઓસી પર હથિયારો સાથેના ડ્રોન તહેનાત કરતુ પાકિસ્તાન

બીએસએફ, સેના, વાયુસેનાને એલર્ટઃ પાક.ની નવી ચાલનો પર્દાફાશ

નવીદિલ્હી,તા.૨૦: પાકિસ્તાન એક તરફ ભારત સાથે શાંતિ મંત્રણાની વાતો કરે છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનની નવી ચાલનો પર્દાફાશ થયો છે જેમાં તે એલઓસી પર હથિયારો સાથેના ડ્રોન તહેનાત કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. પાકિસ્તાન પાસે હાલ યુસીએવી બરાક પ્રકારના ડ્રોન છે. તેથી આવા ડ્રોનની મદદથી તે તેના ડ્રોેનની ક્ષમતામા વધારો કરવાના પ્રયાસ કરી રહ્યુ છે. જોકે આવી માહિતી મળતા ભારતીય સેનાએ બીએસએફ, સેના અને વાયુસેનાને એલર્ટ રહેવા જણાવી દીધુ છે.

આ અંગે બીએસએફ તરફથી આપવામા આવેલા અહેવાલમાં આ માહિતી આપવામા આવી છે તેમજ સેના, વાયુસેના અને બીએસએફના જવાનોને એલઓસી પર એલર્ટ રહેવા જણાવવામા આવ્યુ છે. થોડા સમય પહેલા પાકિસ્તાન તરફથી યુજીએવી ડ્રોન ગુજરાતમાં છોડવાના પ્રયાસ કર્યો હતો.જોકે સરહદ પરની સતર્કતાથી તે વખતે પાકિસ્તાનની મુરાદ સફળ થઈ શકી ન હતી. પરંતુ એક માહિતી અનુસાર પાકિસ્તાન હવે આવા ડ્રોનનો ઉપયોગ કરી ભારતમાં ઘુસણખોરી કરવા માગે છે.અને હાલ તેની ડ્રોનની જે ક્ષમતા છે તેમા વધારો કરવા માગે છે.

આ ઉપરાંત એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાન ચીન પાસેથી નવા પ્રકારના આર્મ્ડ ડેન ખરીદીને એલઓસી પર તહેનાત કરવાની ફિરાકમાં છે. જોકે આ અંગેની માહિતી ભારતીય સેનાને મળી જતા હાલ એલઓસી પર બીએસએફ, સેના અને વાયુસેનાને ખાસ એલર્ટ રહેવા તાકીદ કરવામા આવી છે.આવી હિલચાલમાં પાકિસ્તાનને ચીન આડકતરી મદદ કરી રહ્યુ છે અને તે પાકિસ્તાનને કેટલાંક આર્મ્ડ ડેન પુરા પાડી રહ્યુ છે.

(3:51 pm IST)