Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સ્કાયમેટની આગાહી

આ વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાનો અંદાજ

ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો ૭૦ ટકા વરસાદ ચોમાસા દરમિયાન પડે છે : વરસાદની અછતની સૌથી ગંભીર અસર ખેતી પર પડશે

નવી દિલ્હી તા. ૨૦ : હવામાન અંગે જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાઇમેટ (Skymet) તરફથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૯માં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. સ્કાઇમેટ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી ચોમાસું સારું નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ સ્થિર નથી, જેના કારણે જૂન અને જુલાઇમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા રજુ કરવામાં આવી છે. એટલું જ નહીં ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શકયતા છે. નોંધનીય છે કે ગત વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું ૯૧ ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું ૯૭ ટકા રહેવાની ધારણા વ્યકત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો ૭૦ ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદની અછતની સૌથી ગંભીર અસર ખેતી પર પડશે.

સામાન્ય, સરેરાશ અને સારા ચોમાસાનો મતલબ છે કે છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશના લગભગ ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવો. ૫૦ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ૮૯ સેન્ટીમિટર અથવા ૩૫ ઇંચ છે. હવામાન વિભાગ તરફથી સારા ચોમાચાની આ વ્યાખ્યા આપવામાં આવી છે. જો ૯૦ ટકાથી ઓછો સરેરાશ વરસાદ પડે છે તો દેશમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થાય છે.

સામાન્યથી નબળા ચોમાસાની સીધી અસર ગ્રામ્ય વસ્તી પર પડે છે. ચોમાસું સારું રહે છે તે ગ્રામ્ય વિસ્તારોના લોકોની આવકમાં વધારો થાય છે, જેના કારણે માંગમાં વધારો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધવાની ઉદ્યોગજગત પર પણ સારી અસર પડે છે.

ચોમાસું અને ખપત આધારિત ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ છે. ચોમાસું સારું રહે છે તો ખપત ક્ષેત્રની માંગ વધશે. જો ચોમાસું નબળું રહે છે તો ખપત ઓછી થાય છે. ગ્રામ્ય વિસ્તારોની માંગ કે ખરીદ શકિત ઓછી થવાને કારણે કૃષિ ઉપકરણો, ટૂ-વ્હિલર્સ અને ટ્રેકટર્સ નિર્માતા કંપનીઓ, કેમિકલ, ફર્ટિલાઇઝર અને એફએમસીજી કંપનીઓમાં આવક ઓછી થાય છે.

આવક ઘટતા આ ક્ષેત્રનો વેપાર ઘટે છે અને આ ક્ષેત્રની કંપનીઓની શેરની કિંમતોમાં ઘટાડો થાય છે. આની આખા શેરબજાર પર ખરાબ અસર પડે છે.

(3:50 pm IST)
  • ગુજરાત BJP પાર્લામેન્ટરી બોર્ડ ની મીટીંગ બાદ આખરી યાદી તૈયાર :,હોળી પછી દિલ્હી જઈ સોંપશે યાદી:અન્ય રાજય ના તબક્કાવાર યાદી મંગાવાઈ રહી છે:વિજય રૂપાણી પણ હોળી પછી દિલ્હી જાય તેવી સંભાવના access_time 10:59 am IST

  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST