Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગોવામાં ભાજપે વિશ્વાસનો મત મેળવી લીધો

સરકારની તરફેણમાં ૨૦ તો વિપક્ષ તરફે ૧૫ વોટ

પણજી તા. ૨૦ : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ પ્રમોદ સાવંતે નેતૃત્વમાં બીજેપીની સરકારે સદનમાં બહુમત સાબિત કરી દીધું છે. હાલમાં સદનની સંખ્યા ૩૬ છે. જેમાંથી બહુમત માટે સરકારે ૧૯ વિધાયકોનું સમર્થનની જરૂરીયાત હતી. ફલોર ટેસ્ટ દરમિયાન સરકારને ૨૦ વિધાયકોનું સમર્થન મળ્યું. જ્યારે ૧૫ વિધાયકોના વિપક્ષમાં મત આપ્યો. આ જ પ્રકારે પાંચ મતોના અંતરથી પ્રમોદ સાવંતની સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો છે. ફલોર ટેસ્ટ દરમિયાન સાવંત સરકારે બીજેપીના ૧૧, મહારાષ્ટ્રવાદી ગોમંતક પક્ષ (એમજીપી)ના ૩, ગોવા ફોરવર્ડ પાર્ટીના ૩ અને અન્ય ૩ નિર્દળીઓનું સમર્થન મળ્યું. કોંગ્રેસના ૧૪ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ૧ વિધાયકના વિરોધમાં મત આપ્યો. ઉલ્લેખનીય છે કે, બીજેપીના કુલ ૧૨ વિધાયકોમાંથી ૭ વિધાયક અલ્પસંખ્યક સમુદાયના છે. પર્રિકરના નિધન બાદ રાજકીય રસાકસી વચ્ચે પ્રમોદ સાવંતે ૧૧ મંત્રીઓની સાથે સોમવારે મોડી રાતે શપથ ગ્રહણ કર્યા હતા.

પર્રિકરના નિધન બાદ સરકાર બનાવા માટે એમજીવી અને જીએફપીને મનાવામાં બીજેપીને ઘણી મહેનત કરવી પડી હતી. બંને પક્ષોના ૩-૩ વિધાયક હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે બંને પક્ષના નેતાઓને ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવ્યું. જ્યારે બંનેએ સરકારને સમર્થન આપ્યું એ પહેલા જ્યારે પર્રિકરે સરકારને સમર્થન આપવાની જરૂરીયાત હતી. તે સમયે બંને દળોને પર્રિકરને જ સમર્થન આપ્યું હતું.  આ કારણે તેના નિધન બાદ સરકારે બીજીવાર બહુમત સાબિત કરવાની જરૂર પડી હતી.

(3:49 pm IST)