Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાં મોહન કુંડારીયા ફાઈનલ : કોંગ્રેસમાંથી લલીત કગથરાની પૂરી સંભાવના

રાજકોટ, તા. ૨૦ : આજે બપોરે આ લખાય છે ત્યારે આધારભૂત વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાં મોહનભાઈ કુંડારીયાનું નામ ફાઈનલ થઈ ગયાનું મનાય છે. કુંડારીયાનું નામ ફાઈનલ થતાં હવે કોંગ્રેસમાં પડધરી, ટંકારા બેઠકના ધારાસભ્ય લલીત કગથરાનું નામ પણ ફાઈનલ થવાની પૂરી સંભાવના છે. કોંગ્રેસ અને ભાજપના વર્તુળોમાં સ્પષ્ટ ચર્ચાય રહ્યુ છે કે રાજકોટ લોકસભા બેઠક કુંડારીયા અને કગથરા વચ્ચે લડાશે.

(3:20 pm IST)