Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કૌભાંડી નિરવ મોદીની આખરે ધરપકડ : પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી: ભારતમાં હજારો કરોડનું કૌભાંડ કરી ભાગી છૂટેલા નિરવ મોદીની લંડન કોર્ટના આદેશ અનુસાર લંડનમાંથી ધરપકડ

લંડન તા. ૨૦: પંજાબ નેશનલ બેંકને ૧૩ હજાર કરોડનું બુચ લગાવી ફરાર થઇ જનાર નિરવ મોદી આખરે ઝડપાયો છે.

આજે બપોરે તેની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં વેસ્ટમિંસ્ટર કોર્ટે તેની સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યુ હતું જે પછી ચર્ચાતુ હતું કે તેની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવશે. આખરે આજે બપોરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ લખાય છે ત્યારે તેને હવે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. નિરવ મોદીને ટૂંક સમયમાં ભારત પણ લાવવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે.

૧૩ મહિનાથી ભારતમાંથી તે ફરાર હતો. જો કે,ધરપકડ બાદ નિરવ મોદી પાસે જામીન માટે કોર્ટમાં જવાનો વિકલ્પ છે. કોર્ટ તરફથી તેને સર્શત જામીન પણ મળી શકે છે.

અત્રે એ નોંધનીય છે કે તેની વિરૂદ્ધ રેડકોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી.

(3:29 pm IST)
  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • ડાકોર મંદિરમાં ભક્તોનો ધસારો :ફાગણી પૂનમમાં ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા :વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :જય રણછોડ, માખણચોરના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યુ :મંગળા આરતી બાદ ભગવાનને કરાયો શણગાર access_time 10:59 am IST

  • વડાપ્રધાન મોદી આજે દેશના 25 લાખ ચોકીદારો સાથે કરશે ચર્ચા :હોળીના પર્વન ઉજવણીના ભાગરુપે પીએમ મોદી ઓડિયો બ્રિજથી કરશે સંબોધન. access_time 11:00 am IST