Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મૂડ પ્રમાણે મેચિંગ થાય એવું સેન્ટ બનાવતું સ્માર્ટ હોમ ડિવાઇસ

નવીદિલ્હી, તા.૨૦: ફ્રેગરન્સ મૂડ બનાવવાનું કામ પણ કરે છે અને બગાડવાનું પણ. તમારો મૂડ કેવો છે એના આધારે જો વાતાવરણમાં ફ્રેગરન્સ વહેતી હોય તો એ તમારા કામ પ્રોડકિટવિટી અને મૂડ બધામાં સુધારો લાવી શકે છે. એક અમેરિકન કંપનીએ સ્માર્ટ ફ્રેગરન્સ ડિવાઇસ તૈયાર કર્યુ છે. મૂ ડુ નામનું આ ડિવાઇસ ચાર અલગ-અલગ ડિફયુઝર સાથે આવે છે. જે તમને ઇન્સ્ટન્ટલી કસ્ટમાઇઝ્ડ સેન્ટ બનાવી આપે છે. તમે કેવું ફીલ કરો છો એના આધારે કોમ્પેટિબલ હોય એવું સેન્ટ તરત જ બનાવી આપે છે. ૧૪૦ ડોલર એટલે કે લગભગ ૯૫૦૦ રૂપિયાના આ ડિવાઇસમાં ચાર ડિફરન્ટ સેન્ટ કેપ્સ્યૂલ્સ હોય છે. મૂડ મુજબ સ્ટ્રોન્ય, વીક, માઇલ્ડ, ફલોરલ એમ અલગ-અલગ તીવ્રતા ધરાવતી સ્મેલ એમાંથી નીકળે છે. આ ડિવાઇસ સ્માર્ટ એટલા માટે પણ છે કેમ કે એને તમે ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોનના એલેકઝા જેવા ડિવાઇસ સાથે પણ પેર કરી શકો છો. તમે એલેકઝાને કહો કે આજે તમારો મૂડ કેવો છે તો એ આ ડિવાઇસનેએ મૂડ મુજબનું સેન્ટ પ્રોડયુસ કરીને હવામાં છોડવાનું કહી દે છે.

 

(11:50 am IST)