Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કોંગ્રેસે બધે કોૈભાંડો આચર્યોઃ વંશવાદની રાજનીતિથી દેશને નુકસાન

જીપથી શરૂ થયેલો ગોટાળો સબમરીન, હેલીકોપ્ટર સુધી પહોંચ્યોઃ કોંગ્રેસના અનેક નેતાઓ જામીન ઉપર છેઃ અદાલતોના આનારદમાં કોંગ્રેસે નિપુણતા મેળવી લીધી છેઃ બધાને અપમાનીત કરવા તેની ટેવ છે

નવી દિલ્હી તા.૨૦: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર વંશવાદની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે બ્લોગમાં લખ્યું છે કે, વંશવાદની રાજનીતિથી સૌથી વધુ નુકસાન સંસ્થાઓને થયું છે. પ્રેસથી લઇને પાર્લામેન્ટ સુધી, સોલ્જર્સ થી લઇને ફ્રી સ્પીચ પર, બંધારણથી લઇને કોર્ટ સુધી કશંુ બાકી રાખ્યું નથી. દેશેે નિહાળ્યું છે કે, જયારે પણ વંશવાદી રાજનીતિ થઇ છે ત્યારે તેણે દેશની સંસ્થાઓને નબળી પાડી છે.

તેમણે વધુમાં કહયું છે કે, વંશવાદનેે પ્રોત્સાહન આપતા પક્ષો કદી પણ સ્વતંત્ર અને નિર્ભિક પત્રકારિતાની સાથે સહજ રહી શકતા નથી. કોઇને આશ્ચર્ય નથી કે કોંગી સરકાર દ્વારા લવાયેલ પ્રથમ બંધારણીય સુધારો ફ્રી સ્પીચ ઉપર પ્રતિબંધ મુકનારો હતો.

વડાપ્રધાને લખ્યુંછે કે કોર્ટનો અનાદર કરવામાં કોંગ્રેસે નિપુણતા મેળવી લીધી છે. જો કોઇ કોર્ટનો ફેંસલો તેની વિરૂદ્ધમાં આવે તો તે પહેલા નકારે છે પછી જજને બદનામ કરે છે અને પછી જજ વિરૂદ્ધ મહાભિયોગ લાવવા માંગતી હોય છે.

કોંગ્રેસ હંમેશા રક્ષા ક્ષેત્રને કમાણીનું એક સાધન બનાવ્યું હતું. એ જ કારણ છે કે આાપણા સશસ્ત્ર દળોને કદી પણ કોંગ્રેસ તરફથી સન્માન નથી મળ્યું. ૧૯૪૭ બાદથી જ કોંગ્રેસની દરેક સરકારમાં વિવિધ પ્રકારના ગોટાળો થયો છે. ગોટાળાની શરૂઆત જીપથી શરૂ થઇ પછી તોપ, સબમરીન અને હેલીકોપ્ટર સુધી થઇ હતી. દરેક વચેટીયો ખાસ પરિવાર સાથે જોડાયેલો હતો. જયારે કોંગ્રેસના એક ટોચના નેતાએ સેૈન્ય પ્રમખને ગુન્ડો  કીધો તે પછી તે નેતાનું કદ વધી ગયું.

વર્તમાનમાં અનેક કોંગી નેતાઓ જામીન ઉપર છે. પ્રેસથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની સોચ ગલત છે. પહેલા નકારો પછી આપમાનિત કરો અને પછી ધમકાવો એ તેની રીત છે.

(11:32 am IST)