Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પ્રથમ ચરણના મતદાન પૂર્વે અરૂણાચલમાં ભાજપને મોટો ઝાટકો

પ્રધાનો અને ૧૨ ધારાસભ્યોએ રાજીનામા ફગાવ્યાઃ નેશનલ પીપલ્સ પાર્ટીમાં જોડાઈ ગયાઃ અનેકની ટિકીટો કપાતા મોટો ભૂકંપ ત્રિપુરામાં પણ ભાજપના ૩ મોટા ગજાના નેતા કોંગીમાં જોડાયા

ઇટાનગર-ગૌહતી : ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન પૂર્વે અરૂણાચલમાં મોટો રાજકીય વિસ્ફોટ થયો છે. ભાજપના ર પ્રધાનો અને ૧ર ધારાસભ્યોસહિત ૧પ નેતાઓએ ગઇકાલે ભાજપ છોડી નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)નો હાથ ઝાલ્યો છે.

અરૂણાચલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ મહામંત્રી નીરપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઇ, પ્રવાસન પ્રધાન જારકર ગામલિન સહિત અનેક ભાજપ ધારાસભ્યોની ટિકીટો કપાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

રાજયની ૬૦ વિધાનસભા બેઠકમાંથી પ૪ ઉમેદવારોના નામો ભાજપ સંસદીપ બોર્ડે જાહેર કરી દીધા છે. ૧૧ એપ્રિલે લોકસભા સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાઇ રહી છે. સોમવારે ભાજપની અરૂણાચલની શાખાના અધ્યક્ષ તાપિર ગાઓએ પોતાનું રાજીનામું આપેલ તેઓ સોમવારથી જ ગૌહતીમાં હતા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સાંગ્મા એ તેની સાથે મુલાકાત કરેલ. તેમની સાથે ૧ર ભાજપ ધારાસભ્યો પણ મળ્યા અને એનપીપી પક્ષ (નેશનલ પીપલ્સ પાર્ટી) માં જોડાવા નિર્ણય લીધેલ.

ઉપરાંત લોકસભા ચૂંટણી પૂર્વે ત્રિપુરામાં પણ ભાજપના સુવાલ ભૌમિક સહિત ૩ તેજતર્રાર નેતા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.  લોકસભા ચૂંટણી ૨૦૧૯ની પહેલાં તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ સત્તારૂઢ ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટીના બે મંત્રીઓ અને ૧૨ ધારાસભ્યો સહિત ૧૫ નેતાઓએ મંગળવારના રોજ પાર્ટી છોડી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાવાની જાહેરાત કરી દીધી. રાજયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઇ, પર્યટન મંત્રી જારકર ગામલિન, અને કેટલાંય બીજા ધારાસભ્યોને ટિકિટ નહીં મળતા મોટા પાયા પર પાર્ટી છોડવાનો મામલો સામે આવ્યો છે.

રાજયની ૬૦ વિધાનસભા સીટોમાંથી ૫૪૫ માટે ઉમેદવારોના નામો પર ભાજપના સંસદીય બોર્ડે રવિવારના રોજ મ્હોર મારી દીધી છે. રાજયમાં ૧૧મી એપ્રિલના રોજ લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. સોમવારના રોજ જારપુમ ગામલિને ભાજપના અરૂણાચલપ્રદેશ એકમના અધ્યક્ષ તાપિર ગાઓને પોતાનું રાજીનામું મોકલ્યું. તેઓ સોમવાર સાંજથી જ ગુવાહાટીમાં છે, જયાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તેમની મુલાકાત કરી.

એનપીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જારપુમ, જારકર, કુમાર વાઇ અને બીજેપીના ૧૨ ધારાસભ્યો એ એનપીપી મહાસચિવ થામસ સંગમા સાથે મંગળવારના રોજ મુલાકાત કરી અને એનપીપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે આ નેતાઓના આવવાથી એનપીપી મજબૂત થશે. આ બધાની વચ્ચે એનપીપીએ પૂર્વોત્તર રાજયોની તમામ ૨૫ સંસદીય સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ મેઘાલયના ઉમેદવારોની યાદી રજૂ કરી દીધી છે. બીજી સીટોની પણ યાદી ટૂંક સમયમાં રજૂ કરશે.

લોકસભા ચૂંટણી પહેલાં ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબાલ ભૌમિક અને બે બીજા વરિષ્ઠ નેતા મંગળવારના રોજ કોંગ્રેસમાં સામેલ થયા. બે બીજા નેતા પૂર્વ મંત્રી પ્રકાશ દાસ અને દેવાશિષ સેન છે. ત્રિપુરા કોંગ્રેસ અધ્યક્ષ પ્રદ્યોત વિક્રમ માણિકય દેવબર્મન અને એઆઇસીસી સચિવ ભૂપેન બોરા એ એક મીડિયા કોન્ફરન્સમાં ત્રણેય નેતાઓનું સ્વાગત કર્યું. ભૌમિક, ભાજપમાં ઉપાધ્યક્ષ પદ પર હતા. તેઓ ભાજપમાં ૨૦૧૫માં સામેલ થયા, જયારે દાસ અને સેન ૨૦૧૭માં ક્રમશઃ કોંગ્રેસ અને માકર્સવાદ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયા હતા.

(11:31 am IST)