Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગોવા વિધાનસભામાં તાકાતના પારખાની ઘડી

ગોવા વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ-વિપક્ષો વચ્ચે તાકાતના પારખા આજે ૧૧ વાગે થઇ રહ્યા છે. ભાજપે અહીં ડો. પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી બનાવ્યા છે. વિધાનસભામાં ૩૬ ધારાસભ્યો છે તેમાંથી ર૧ સભ્યોનો ટેકો ભાજપને હોવાનો ભાજપે દાવો કર્યો છે. દરમિયાન પ્રિયંકાએ કહ્યું છે ભાજપ આ દેશમાં યેનકેન પ્રકારે તમામ સંસ્થાઓ ઉપર આક્રમણ કરી કબ્જામાં લઇ રહેલ છે

(11:30 am IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • ગુજરાત BJP પાર્લામેન્ટરી બોર્ડ ની મીટીંગ બાદ આખરી યાદી તૈયાર :,હોળી પછી દિલ્હી જઈ સોંપશે યાદી:અન્ય રાજય ના તબક્કાવાર યાદી મંગાવાઈ રહી છે:વિજય રૂપાણી પણ હોળી પછી દિલ્હી જાય તેવી સંભાવના access_time 10:59 am IST

  • ડાકોર મંદિરમાં ભક્તોનો ધસારો :ફાગણી પૂનમમાં ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા :વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :જય રણછોડ, માખણચોરના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યુ :મંગળા આરતી બાદ ભગવાનને કરાયો શણગાર access_time 10:59 am IST