Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ટેટૂમાં ટ્રેન્ડ થયું 'મેં ભી ચોકીદાર હું' : ટેટૂ આર્ટિસ્ટની કમાણી વધી

બે દિવસમાં વડાપ્રધાન મોદીનું આ કેમ્પેન ખૂબ હિટ રહ્યું: આ પ્રકારનું ટેમ્પરરી ટેટૂ બનાવવા માટે ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા જેટલો ચાર્જ થાય છેઃ તો પરમેનેન્ટ ટેટૂ બનાવડાવવા માટે ૪૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે

નવી દિલ્હી તા. ૨૦ : કોંગ્રેસના આરોપો અને તેના ચોકીદાર ચોર છે, જેવા નારાને લઈને વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ સોશિયલ મીડિયા પર 'મેં ભી ચોકીદાર હું' કેમ્પેન શરૂ કરી છે. વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ પોતાના નામ પહેલા ચોકીદાર લગાવી દીધું, ત્યારબાદથી તેમને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયા પર નામની આગળ ચોકીદાર લખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

છેલ્લા બે દિવસમાં વડાપ્રધાન મોદીનું આ કેમ્પેન ખૂબ હિટ રહ્યું છે. આ કેમ્પેનનો સૌથી વધારે ક્રેઝ યુવાનોમાં જોવા મળ્યો છે. યુવાનો વડાપ્રધાન મોદીના #Mainbhichowkidar કેમ્પેનને સપોર્ટ કરવા માટે ન માત્ર સોશિયલ મીડિયા પર પોતાના નામ પહેલા ચોકીદાર લગાવી રહ્યા છે, પરંતુ 'મેં ભી ચોકીદાર હું' તેવું ટેટૂ બનાવી રહ્યા છે. અત્યારસુધી ઘણા યુવાનોએ આ પ્રકારના ટેટૂ બનાવીને આ કેમ્પેનને સમર્થન આપ્યું છે.

એક ટેટૂ આર્ટિસ્ટે જણાવ્યું કે અત્યારસુધી મને આ પ્રકારના ૧૦૦ ઓર્ડર મળી ચૂકયા છે. ઓર્ડર આપનારા મોટાભાગના યુવાનો છે. રાજધાની દિલ્હીથી લઈને ભોપાલ અને દેશના અન્ય શહેરોમાં લોકોએ આ પ્રકારનું ટેટૂ બનાવડાવતા જોવા મળી રહ્યા છે. તો ઘણા રાજયોમાં તો બીજેપી કેમ્પેનથી પ્રભાવિત થઈને આર્ટિસ્ટ ફ્રી માં ટેટૂ બનાવી આપે છે.

આ પ્રકારનું ટેમ્પરરી ટેટૂ બનાવવા માટે ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા જેટલો ચાર્જ થાય છે. તો પરમેનેન્ટ ટેટૂ બનાવડાવવા માટે ૪૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ત્યારે આવામાં મેં ભી ચોકીદાર લખાવવાવાળા મોટાભાગના યુવાનો ટેમ્પરરી ટેટૂ જ બનાવી રહ્યા છે.

(10:32 am IST)