Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સૌથી મોટા સટ્ટાબજારનો દાવો ભાજપને ૨૬૦ બેઠકો : કોંગ્રેસના થશે સુપડા સાફ

નવી દિલ્હી તા. ૨૦ : પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં અંદાજે એકદમ સચોટ ભવિષ્યવાણી કરનાર અને એશિયાનું સૌથી મોટું સટ્ટા બજાર તરીકેની છાપ ધરાવતા ફલૌદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી અંગે ભવિષ્યવાણી કરી છે. ફલૌદી સટ્ટા બજારમાં મોદીના નેતૃત્વવાળી ભાજપને લોકસભા ચૂંટણીમાં ૨૬૦થી વધુ સીટ મળવાનું અનુમાન છે. ફલૌદી સટ્ટા બજાર એકસપર્ટના રિપોર્ટ પ્રમાણે પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના બાલાકોટમાં એર સ્ટ્રાઇકથી મતદાતાઓમાં પીએમ મોદીની સ્થિતિ મજબૂત થઇ છે. આ કારણે સટ્ટા બજારમાં કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર માટે એનડીએ પર બાજી લાગી છે.

ફલૌદી સટ્ટા બજારના અનુસાર કેન્દ્રમાં હવે પછીની પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે, એનડીએના ખાતામાં ૩૧૦-૩૨૦ સીટ મળવાનું અનુમાન છે.સટ્ટા બજારના અનુમાન પ્રમાણે આ વખતે કોંગ્રેસને ૭૦થી પણ ઓછી સીટો મળશે. એર સ્ટ્રાઇક બાદ બદલી રહેલા માહોલનો હવાલો આપતા બુકીઓએ દાવો કર્યો છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં ૬૫-૬૬ સીટ પર સમેટાઇ જશે.

સટ્ટા બજારના તાજા અનુમાન પ્રમાણે રાજસ્થાનમાં ૮૦ ટકા એટલે કે ૨૦ સટી પર ભાજપની જીત નિશ્ચિત છે. અહીં કુલ ૨૫ સીટમાંથી ૨૦થી વધુ સીટ પર ભાજપ કબજો કરશે.પેટાચૂંટણીના પરિણામના થોડા સમય પહેલા ફલૌદી સટ્ટા બજારે રાજસ્થાનની ત્રણેય સીટો પર કોંગ્રેસની જીતના સંકેત આપ્યા હતા, જે સાચા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીના સટ્ટા બજાર ભાવ હજી સામે આવ્યા નથી પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ૩૫ પૈસા ભાવ હતા, તો ભાજપના ૨ રૂપિયા ભાવ મળ્યા હતા.ભીલવાડાની માંડલગઢ સીટ પર થયેલી પેટાચૂંટણીને લઇને ફલૌદી સટ્ટા બજારમાં એક દિવસ પહેલા સુધી ભાજપના ભાવ ૪થી ૫ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. જયારે કોંગ્રેસના ભાવ ૮થી ૧૦ પૈસા છે.

(10:31 am IST)
  • મહાવીર ચક્ર વિજેતા કેપ્ટ્ન નારાયણ રાવ સામંતનું નિધન :બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ માટે વીરતા પુરષ્કાર મળ્યો હતો : તેઓ એક સબમરીન અને INS કરંજના કમીશનીંગ સીઓ હતા :કમાન્ડર મોહન નારાયણ રાવ સામંત ક્રાફ્ટવાળા એ દળના વરિષ્ઠ ઓફિસર હતા જેઓએ મોગલા અને ખુલના પત્તનોમાં શત્રુઓ પર સૌથી વધુ સફળ હુમલાને અંજામ આપ્યો હતો તેઓ પુણેમાં રહેતા હતા access_time 12:43 am IST

  • સમજૌતા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ચુકાદો : પુરાવાના અભાવે અસીમાનંદ સહિત ચારેય આરોપી મુકત : પંચકુલાની NIA કોર્ટનો ચુકાદો access_time 5:56 pm IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST