Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું ?

મોદી વિરૂધ્ધ ભાજપમાં '૨૨૦ કલબ?' ગડકરીએ આપ્યો જવાબ

નવી દિલ્હી તા. ૨૦ : છેલ્લાં થોડાંક મહિનાઓથી મીડિયા અને રાજકીય ગલિયારામાં ભાજપના ૨૨૦ સીટો લાવવા પર નિતિન ગડકરીના પીએમ બન્યાની ચર્ચાઓને તેમને ખુદ જવાબ આપ્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી એ કહ્યું કેભાજપમાં એવી કોઇ '૨૨૦ કલબ' નથી, જો કોઇ ઇચ્છે છે કે લોકસભા ચૂંટણીમાં સીટો ઘટવી અને પીએમ મોદીના વિકલ્પ તરીકે બીજા કોઇ નેતા ઉભરે. આ બધી મીડિયામાં ચાલી રહેલી અફવાઓ છે.

આ સંપૂર્ણ ચર્ચાના કેન્દ્રમાં નિતિન ગડકરી જ ચાલી રહ્યા છે. કહેવાય છે કે જો ભાજપને બહુમતની યોગ્ય સીટો મળતી નથી તો પછી નિતિન ગડકરી પીએમ પદ માટે સર્વમાન્ય ચહેરો હશે. તેના પર ચાલી રહેલી ચર્ચા અંગે અગ્રણી મીડિયા સાથે વાત કરતાં ગડકરી એ કહ્યું કે આ બધી અફવાઓ છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એકવખત સંપૂર્ણ બહુમતની સાથે સત્ત્।ામાં વાપસી કરશે.

ગડકરીએ કહ્યું કે એવું કંઇ જ નથી અને જે લોકો લખવા માંગદે છે તે લખજે જ. પોતાને પાર્ટીના સમર્પિત સિપાઇ ગણાવતા ગડકરીએ કહ્યું કે હું આ પ્રકારનું કેલ્કયુલેશન કરી શકું નહીં અને નહીં તો મારી આવી કોઇ અપેક્ષા છે. હું પાર્ટીનો કાર્યકર્તા છું. મને પૂરો વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં કરાયેલા કામોના લીધે પૂર્ણ બહુમતની સાથે સરકાર પાછી આવશે. આથી આવું કંઇ થવા જઇ રહ્યું નથી.

રામ મંદિર અને એર સ્ટ્રાઇક પર થઇ રહેલા રાજકારણને લઇ તેમણે કહ્યું કે આ મુદ્દાને રાજકીયકરણ કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. ગડકરી એ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર કરાયેલ એર સ્ટ્રાઇકના પુરાવા માંગવા સારી વાત નથી.

(10:30 am IST)