Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અડવાણી - જોશીને ટિકિટ મળવાના એંધાણ ઓછા

બીજેપીના અનેક દિગ્ગ્જ નેતાઓનુ પત્તુ કપાશે : આજની બેઠકમાં લેવાશે નિર્ણય : યુપીના બે ડઝન સાંસદોને ટિકિટ નહીં મળે : એમપી-રાજસ્થાનમાં નવા ચહેરાને અપાશે તક

નવી દિલ્હી તા. ૨૦ : લોકસભા ચૂંટણીમાં બીજેપી અનેક દિગ્ગ્જ નેતાઓનુ પતું કપાશે. જોકે તેના પર અંતિમ નિર્ણય થયો નથી. પરંતુ સંકેત છે કે પક્ષના વરિષ્ઠ નેતાઓમાં  લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત અનેક નેતા ટિકિટ વગરના રહેશે. યુપીમાં સાક્ષી મહારાજ સહિત ઓછામાં ઓછા ડઝન જેટલા સાંસદોની ટિકિટ કાપવાનું નક્કી જ છે. આ નિર્ણય બેઠકમાં કરવાના સંકેત છે.

બીજેપીના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં અડવાણી તેમજ જોશીના ભવિષ્ય પર જોકે હજુ સુધી અંતિમ નિર્ણય લઇ શકાયો નથી. પરંતુ શીર્ષ સ્તર પર તેની ભાવિ ભૂમિકા પર ઊંડું મંથન થઇ રહ્યું છે. તેમાં જોશીને નેતૃત્વ તરફથી ચૂંટણી બાદ રાજયપાલની જવાબદારી આપવાનો સંકેત અપાય ચુકયો છે. પરંતુ અડવાણીને હજુ સુધી આ અંગેની જાણકારી આપવામાં આવી નથી.

ઉલ્લખેનીય છે કે વર્ષ ૨૦૧૪ની ચૂંટણી જીત્યા બાદથી જ આ વરિષ્ઠ નેતાઓને માર્ગદર્શક મંડળમાં નાખી દેવામાં આવ્યા હતા. હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જે ત્રણ રાજયો મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનમાં પક્ષે સ્ટે ગુમાવી દીધી હતી, ત્યાં ૭૦ ટકાથી વધુ સાંસદોને પક્ષ બીજી વાર મેદાનમાં ઉતારવા માંગતી નથી. આ ત્રણ રાજયોમાં સ્થાનિક સાંસદો વિરુદ્ઘ તો જબરદસ્ત નારાજગી રહેલી છે. પરંતુ પીએમ મોદી વિરૂદ્ઘ સકારાત્મક મંતવ્ય નક્કી જ છે.

(10:30 am IST)