Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જેટ એરવેઝનાં પ્લેન જમીન પર ટિકિટ -રેટ આસમાને

ભુજ, વડોદરા, રાજકોટનાં વિમાનભાડાં ડબલ થઇ ગયા

મુંબઇ તા.૨૦: જેટ એરવેઝની કથળી રહેલી ફાઇનેન્શિયલ ક્રાઇસિસની અસર હવે ગુજરાત સુધી પહોંચી છે અને કંપનીએ ગઇ કાલે વડોદરા-મુંબઇની પાંચ, રાજકોટ-મુંબઇની બે અને ભુજ-મુંબઇની એક ફલાઇટ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ફલાઇટ કેન્સલ થવાના કારણે હવે ગુજરાતનાં આ શહેરો અને મુંબઇ વચ્ચેનો એરટ્રાફિક લિમિટેડ એરવેઝ રહેવાના કારણે ફલાઇટના રેટ્સમાં ઓલમોસ્ટ ડબો જેટલો વધારો  થઇ જવાની શકયતા ટ્રાવેલ ઓપરેટર્સ જુએ છે.

વડોદરા-મુંબઇ ફલાઇટ કંપનીએ ગઇ કાલથી ૩૦મી માર્ચ સુધી બંધ જાહેર કરી છે અને એ પછી આ નિર્ણય પર વિચારણા કરશે તો ભુજ અને રાજકોટની ફલાઇટ ૧લી એપ્રિલથી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામા઼ આવ્યો છે. એપ્રિલનું એડવાન્સ બુકિંગ કરાવનારાઓને બુકિંગ કેન્સલના મેસેજ મોકલવાનું પણ ગઇકાલે જ કંપનીએ શરૂ કરી દીધું હતું.

અંદાજિત ભાવવધારો

જેટની ફલાઇટ બંધ થવાના કારણે રાજકોટ-મુંબઇનો જે ભાવ સામાન્ય રીતે ૫૫૦૦ થી ૬૦૦૦ રહેતો હતો એ ભાવ વધીને હવે ૭૯૦૦ થી ૮૫૦૦ થઇ ગયો છે, જયારે ભુજ-મુંબઇનો ભાવ પણ ૨૫૦૦ વધીને ૭૧૦૦ અને વડોદરા-મુંબઇ ૧૨૦૦ રૂપિયાથી વધીને ૩૪૦૦ થઇ ગયો છે. આ બધા ભાવ ૧ એપ્રિલના છે અને ફલાઇટ બંધ થયાની જાહેરાત પછીના છે

(10:06 am IST)