Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

માયાવતીના નિકટવર્તી નેતરામની રરપ કરોડની બેનામી સંપતિ જપ્ત

લખનોૈ તા.૨૦: ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને બીએસપીનાં સુપ્રીમો માયાવતીના નિકટવર્તી મનાતા ભૂતપૂર્વ આઇએએસ અમલદાર નેતરામનાં કેટલાકં ઠેકાણાં પર આવકવેરા ખાતાના અધિકારીઓએ પાડેલા દરોડામાં રરપ કરોડ રૂપિયાની બેનામી સંપતિ મળી આવી છે. નેતરામે દસ્તાવેજોમાં તેમની સંપતિ ૧૦૦ કરોડ રૂપિયાની દર્શાવી હતી, પરંતુ આવકવેરા ખાતાના અધિકારીઓને તેમની પાસેથી રરપ કરોડ રૂપિયાની બેનામી સંપતિ મળી છે. કલકત્તા, મુંબઇ અને દિલ્હીમાં ખરીદવામાં આવેલી એ બેનામી સંપતિ અટેચ કરવામાં આવશે.

બીએસપીની માયાવતી સરકારના કાર્યકાળમાં મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા નિવૃત આઇએએસ અમલદાર નેતરામનાં ઠેકાણાં પર આવકવેરા ખાતાના દરોડામાં ૧.૬૪ કરોડ રૂપિયાની રોકમ રકમ, ૫૦ લાખ રૂપિયા કિંમતની પેનો, ચાર લકઝરી કારો તથા રરપ કરોડ રૂપિયાની બેનામી મિલ્કતોના દસ્તાવેજો જપત કરવામાં આવ્યા હતા. ૧૯૭૯ બેચના આઇએએસ અમલદાર નેતરામ અને તેમના સાથીઓએ ડીમોનેટાઇઝેશન તથા એક પહેલાનાં ગાળામાં કલકત્તાની ત્રીસેક બનાવટી કંપનીઓને નામે ૯૫ કરોડ રૂપિયાની એન્ટ્રીઝ બતાવી હતી.(૧.૪)

માયાવતીને શોૈકીન કહ્યાં બીજેપીના વિધાનસભ્યે

ટ્વિટર પર માયાવતીની મોદીની ઝાકઝમાળ અને વૈભવી ઠાઠમાઠની ટીપ્પણીનો જવાબ આપતા બીજેપીના ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય સુરેન્દ્રનારાયણસિંહે જણાવ્યું હતું કે 'માયાવતીજી ખુદ રોઝ ફેશિયલ કરવાતી હૈ. વો કયા હમારે નેતા કો કયા શૌકિન કહેંગી! વસ્ત્ર પહનના કોઇ શોૈકીન બાત નહીં હતો. શૌકીની કી બાત યે હોતી હૈ કી બાલ પકા હુઆ હેૈ ઓૈર રંગીન કરવા કે આજ ભી અપને આપ કો મયાવતીજી જવાન સાબિત કરતીં હેૈ. ૬૦ વર્ષકી ઉમ્ર હો ગયી લેકિન સબ બાક પક ગયે હૈ.'

 

(10:05 am IST)