Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ફિલિપીન્સના સમુદ્રકિનારે ભૂખના કારણે વ્હેલ માછલીનું મોત : પેટમાંથી નિકળ્યું અધધધ,, 40 કિલો પ્લાસ્ટિક!

માછલીના પેટમાં આટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મળ્યાની પ્રથમ ઘટના

 

નવી દિલ્હીઃ ફિલિપીન્સના સમુદ્ર કિનારે મૃત મળેલી વ્હેલ માછલીના શરીરમાંથી અધધધ 40 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું છે  માછલીના પેટમાંથી આટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જોઈને લોકો દંગ રહી ગયા હતા  માછલીનું મોત ભૂખ અને પ્લાસ્ટિકના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે મૃત વ્હેલ માછલીના શરીરમાંથી 40 કિલો પ્લાસ્ટિક અને બોરીઓ નિકળી હતી. જેના કારણે તેની તબિયત બગડી ગઈ અને ગેસ્ટ્રિક એટેકના કારણે તેનું મોત થયું હતું

   ફેસબૂક પર સમગ્ર ઘટનાની માહિતી આપતા ડીબોન કલેક્ટર મ્યુઝિયમની ટીમે જણાવ્યું કે, સરકારે મતામ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને ત્યાર પછી તેને ગમે ત્યાં ફેંકી દે છે. સંગ્રહાલયના સંસ્થાપક ડારેલ બ્લેચલીએ ત્યાર બાદ  જણાવ્યું કે, મૃત વ્હેલના પેટમાંથી જે નિકળ્યું તે જોઈને તેઓ ચકિત રહી ગયા હતા

   મૃત વ્હેલની એટોપ્સી કરાયા બાદ જે ફોટા બહાર આવ્યા છે જોઈને દરેકને વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે, એક માછલી આટલું બધું પ્લાસ્ટિક ખાઈ શકે છે. મ્યુઝિયમની ટીમે જણાવ્યું કે, પ્રથમ વખત કોઈ માછલીના પેટમાંથી આટલું બધું પ્લાસ્ટિક નિકળ્યું છે. પ્લાસ્ટિક માછલીના પેટમાં આંતરડાઓમાં ચોંટી ગયું હતું, જેના કારણે તે કશું પણ ખાઈ શક્તી હતી

   તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં તેમણે 61થી વધુ ડોલ્ફિન અને વ્હેલ માછલીનું પોસ્ટમોર્ટમ કર્યું છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ક્યારેય પણ માછલીના પેટમાંથી પ્લાસ્ટિક મળ્યું નથી. પ્રથમ ઘટના છે જ્યારે અમને માછલીના પેટમાં આટલું બધું એટલે કે અધધધ 40 કિલો પ્લાસ્ટિક મળ્યું છે

(12:21 am IST)