Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ભારતમાં ઇ-સિગારેટસ, હુક્કા તથા નિકોટીનયુકત ચીજો ઉપર પ્રતિબંધ મુકવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટનો સ્ટેઃ ઇલેકટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ્સ ( ENDS) તરીકે ઓળખાતી આ ચીજો ભારતના ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટના ભંગ સમાન ગણી શકાય નહીઃ સ્ટે વિરૂદ્ધ ર સપ્તાહમાં અપીલ કરવા કેન્દ્ર સરકારને આદેશ

         ભારતમાં ઇ-સિગારેટસ, તથા હુક્કા સહિત અન્ય ઇલેકટ્રોનિક નિકોટીનયુકત ચીજોના  ઉત્પાદન, વેચાણ તથા વપરાશ કે જાહેરાત ઉપર પ્રતિબંધ મુકવા કેન્દ્ર સરકારે રર ફેબ્રુ. ર૦૧૯ ના રોજ રાજય સરકારોને કરેલી ભલામણ ઉપર દિલ્હી હાઇકોર્ટએ સ્ટે ફરમાવ્યો છે.

         કેન્દ્ર સરકારે  રાજયને કરેલી ભલામણમાં ઉપરોકત નિકોટીનયુકત ચીજો કે જે '' ઇલેકટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ્સ( ENDS)  તરીકે ઓળખાય છે તે ભારતના ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ ૧૯૪૦ ના ભંગ સમાન ગણાવી હતી.

         કેન્દ્ર સરકારના આ આદેશ વિરૂદ્ધ ર ઇલેકટ્રોનિકસ સિગારેટસ કંપનીઓએ પીટીશન દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ  આ ઇ-સિગારેટ, પેપર સિગારેટની જગ્યાએ ગ્રાહકોની પસંદગી ઉપર તરાપ સમાન છે. તથા પેપર સિગારેટ કરતાં વધુ સારો વિકલ્પ છે.

         નામદાર કોર્ટને પ્રાથમિક તારણમાં (ENDS)  ઉત્પાદનો ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટમાં આવતા ન હોવાનું જણાતા તેના ઉપરના પ્રતિબંધને કામચલાઉ રીતે અટકાવી દીધો છે. તથા જો આ વસ્તુઓ ઉપરોકત એકટમાં  આવતી ન હોય તો તેના ઉપર પ્રતિબંધ મુકવાનો કેન્દ્ર સરકારનો અધિકાર ગણાય નહીં તેમ જણાવ્યું છે.

         નામદાર કોર્ટએ આપેલા સ્ટે વિરૂદ્ધ અપીલ કરવા માટે કેન્દ્ર સરકારને ર સપ્તાહનો સમ આપવામાં  આવ્યો છે તેવું  B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

        

 

(10:44 pm IST)